24 કલાકમાં ગુજરાતના હવામાનમાં આવશે મોટો પલટો, આંધી અને વરસાદની શક્યતા

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમી શિખરે પહોંચી છે. મંગળવારે અમદાવાદમાં તાપમાન 44.8 ડિગ્રી અને રાજકોટમાં 44.9 ડિગ્રી નોંધાયું હતું, જે દરમિયાન આખા રાજ્યમાં ગરમીનો કહેર અનુભવાયો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં હવામાનમાં બદલાવ આવશે અને કેટલાક વિસ્તારોમાં આંધી-વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતો અનુસાર, એપ્રિલના અંતિમ દિવસો સુધી ગરમી યથાવત રહેશે. રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચ મે બાદ હીટવેવનું કોઈ એલર્ટ ન હોવાની શક્યતા છે.

અથ્રેયા શેટ્ટીના અંદાજ મુજબ, 2 અને 3 મેના રોજ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા છે. ત્યારબાદ રાજ્યના અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે.

અંબાલાલ પટેલના અનુસાર, 30 એપ્રિલથી 8 મે વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનના તોફાનની પણ શક્યતા છે. 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત ઊભું થઈ શકે છે, જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ, મેના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. વધુ તાપમાનને કારણે લોકલ સિસ્ટમ સર્જાઈ શકે છે, જેના કારણે બપોર બાદ વાદળાં છવાઈ શકે છે અને હલકો વરસાદ પણ થઈ શકે છે.

હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહીને જોતા, રાજ્યના લોકોને આગામી દિવસોમાં હવામાન બદલાવ માટે સજાગ રહેવાની સલાહ આપવામાં આવી છે. ગરમીની તીવ્રતા વચ્ચે રાહત આપતો વરસાદ કેટલી અસર કરે છે તે જોવું રહશે રસપ્રદ.

Related Posts

શિક્ષણક્ષેત્રે નર્મદા જીલ્લા ની મોટી સિદ્ધી 92% બાળકો ને મળ્યો પુનઃપ્રવેશ…

શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાની વધુ એક મોટી સિદ્ધિ: 92% ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ, રાજ્યમાં પ્રથમ શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લામાં 4,224 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો. 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ બન્યો. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાએ ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા કુલ 4,224 વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ સાથે નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ સિદ્ધિ નર્મદા જિલ્લા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં ધોરણ-10ના પરિણામમાં પણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ વ્યવસ્થામાં જોડવાની કામગીરીમાં પણ નર્મદા જિલ્લાએ આગવું સ્થાન મેળવ્યું…

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી જાણો સમગ્ર જાણકારી… 2026 ,

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી: શહીદો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ, એકતા-અખંડિતતાનો સંકલ્પ  અમરેલીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ યોજાયો. વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંકલ્પ લેવાયો. અમરેલીમાં 14 ઓગસ્ટ, 2026ના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 1947ના ભારતના વિભાજન દરમિયાન પીડિત બનેલા લાખો નિર્દોષ લોકો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવી રાખવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. અમરેલીમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિભાજનના પીડિતો અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *