Surat: પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ હેલ્મેટનો કાયદો રદ્દ કરવા CMને લખ્યો પત્ર, ઉઠવ્યા આ સવાલો

રાજ્યમાં એક તરફ ગરમીનો પારો દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. આ દરમિયાન બીજી તરફ હેલમેટનો કાયદો લોકો માટે માથાના દુખાવા સમાન હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈ હવે સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ લોકોના હેલમેટના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સિટી વિસ્તારમાંથી હેલ્મેટનો કાયદો રદ કરવા અપીલ કરી છે.

પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અગાઉ મેં હેલ્મેટ બાબતે આપને પત્ર રાખ્યો હતો જે આજે હેલ્મેટ પ્રજા ને સીટી વિસ્તાર માં આરોગ્યને માટે જોખમ રૂપ છે કારણ કે બપોરના સમયમાં 40-45 ડીગ્રીમાં શહેરના કોઇપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. કોઇપણ મગજ ના ડોકટરોનો અભિપ્રાય લો તો કહેશે સીટી વિસ્તાર માં હેલ્મેટ જોખમ છે પ્રજાની સુરક્ષાની વાતો કરનારા વ્યક્તિ એ.સી. ચેમ્બરમાં બેસીને નિર્ણય લે છે એક વખત જાત અનુભવ કરી આ ગરમીમાં શહેરમાં ફરે તો ખ્યાલ આવે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રજાને માટે હેલ્મેટ, ખાડાઓ, રસ્તાની સાઈડ પર કચરાના ઢગલાઓ અને ગટરનો ખ્યાલ આવે કે મધ્યમ અને ગરીબ વર્ગને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રજા હેલ્મેટમાં લુટાઈ છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ બનશે બીજી બાજુએ લુંટાશે. જેથી મારી અપીલ છે કે આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરીને સીટી વિસ્તારમાં હેલ્મેટ માંથી મુક્તિ આપો. પ્રજા મંદિર જાય ત્યારે, લગ્ન પ્રસંગ માં, શ્રદ્ધાંજલિમાં, સ્કૂલોમાં, ક્યા-ક્યા સાચવે અને ઘણીવાર ગાડીઓ પર થી ચોરાઈ જાય છે.

લોકોને કરી આ વિનંતી
લોકોને વિનંતી કરતાં ધીરુભાઈ ગજેરાએ પત્રમાં લખ્યું કે, પ્રજાને પણ મારી અપીલ છે કે આપના વિસ્તાર ના એમ.પી., ધારાસભ્ય, તેમજ આગેવાનો પણ પત્ર લખીને રજુવાત કરો. સરકાર આ કાયદા માટે બીલ લાવી અથવા વટ હુકમથી રદ કરે એવી મારી અપીલ છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીમાં થોડી રાહત મળે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

લગ્નના માંડવેથી પરીક્ષા ખંડ સુધી: રાધનપુરમાં નવદંપતીએ લગ્ન પહેલાં શિક્ષણને આપી પ્રાથમિકતા

રાધનપુર: લગ્નના મંડપમાંથી સીધા પરીક્ષા હોલ સુધી.વરરાજા અને કન્યાએ શિક્ષણને આપી પ્રથમ પ્રાથમિકતા.સમાજને પ્રેરણાદાયક સંદેશ આપતા વિદ્યાર્થીઓ

ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

ખેડા : નડિયાદના ચકલાસીમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.અરવિંદ વાઘેલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા.ચકલાસી PI, LCB, SOG અને DYSP સહિત ટીમો સ્થળે.FSL અને ડોગ સ્ક્વોડથી તપાસ તેજ, મહત્વના સૂત્રો મળ્યા.ઘટના સ્થળેથી તૂટેલો દંડો અને બળેલો મોબાઈલ મળી આવ્યો.પ્રેમપ્રકરણની આશંકા, 4 સગીરો શંકા હેઠળ, 1 ડિટેન, તપાસ ચાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *