વકફ સુધારા બિલ: લોકસભામાં આજે મહત્વપૂર્ણ ચર્ચા

થોડા કલાકો પછી, 8 કલાકની લાંબી ચર્ચા શરૂ થશે, જ્યારે સંસદની અંદર રાજકીય સમીકરણોમાં બદલાવ આવવાની શક્યતા છે. આ બિલ પસાર થાય કે નહીં, તે દેશના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી મુસ્લિમ સંગઠન – વકફ બોર્ડ માટે નક્કીકર્તા ક્ષણ સાબિત થઈ શકે. શું વકફ બોર્ડનો સત્તાનો સમય હવે ભૂતકાળ બની જશે?

આજે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ થવાનું છે, જે દેશભરમાં ચર્ચાનો કેન્દ્ર બની ગયું છે. આ બિલના માધ્યમથી વકફ એક્ટ, 1995માં કેટલાક મહત્વપૂર્ણ સુધારા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

મુખ્ય મુદ્દાઓ:-
બપોરે 12 વાગ્યે બિલ રજૂ થશે.
8 કલાક સુધી ચર્ચા ચાલવાની સંભાવના.
BJP સહિતના રાજકીય પક્ષોએ સાંસદોને વ્હીપ જાહેર કરી, જેથી તમામ સાંસદોની હાજરી સુનિશ્ચિત થાય.
બિલના કેટલાક પ્રસ્તાવિત સુધારાઓને લઈ વિપક્ષ અને વિવિધ સંગઠનોમાં અસંતોષ.

શું છે વકફ સુધારા બિલ?:- વકફ એક્ટ, 1995 મુસ્લિમ સમુદાયની ધાર્મિક અને દાનસ્વરૂપે આપવામાં આવેલી સંપત્તિ (જમીન, ઈમારતો, દરગાહ, મસ્જિદ વગેરે)ના સંચાલન માટે બનાવવામાં આવ્યો હતો. આ સુધારા બિલ દ્વારા કેટલીક નવી બાબતો સામેલ થવાની છે:

1.વકફ બોર્ડની કામગીરીમાં પારદર્શકતા:- જમિનાના દસ્તાવેજો, દાનસ્વરૂપે આપવામાં આવેલી મિલ્કતો અને અન્ય સંપત્તિઓને લઇને વધુ સ્પષ્ટતા.
ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર કબ્જાઓ સામે કાર્યવાહી માટે નવા નિયમો.

2.જમીનના ઉપયોગ અંગે નવા નિયમો:- કોઈપણ નવી મિલ્કતને વકફ મિલ્કત જાહેર કરવા માટે વધુ કડક નિયમો લાવવામાં આવશે. જમીનનો દસ્તાવેજી ડેટાબેસ ડિજિટલ કરવામાં આવશે, જેથી ગેરવહીવટ રોકી શકાય.

સરકાર આજે બપોરે 12 વાગ્યે લોકસભામાં વકફ સુધારા બિલ લાવી રહી છે. આજે મતદાન પણ થશે અને એવું માનવામાં આવે છે કે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના સૌથી મહત્ત્વપૂર્ણ બિલ પર જીતી શકે છે. અત્યાર સુધી, નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, દેવેગૌડા, ચિરાગ પાસવાન, માંઝી, જયંત ચૌધરીના પક્ષોએ બિલને સમર્થન આપવા માટે લીલી ઝંડી આપી દીધી છે. કર્ણાટકમાં સાથી પક્ષ જેડીએસના બંને સાંસદો પણ વકફ સુધારા બિલને સમર્થન આપશે.

કંઈ પાર્ટીઓ વક્ફ બિલના સમર્થનમાં?:-  હાલમાં 234 સભ્યો છે, કારણ કે જમ્મુ અને કાશ્મીરમાંથી 4 બેઠકો ખાલી છે. આ સંદર્ભમાં, બહુમતી માટે 118 સાંસદોની જરૂર છે. હાલમાં ભાજપ પાસે પોતાના 96 સાંસદો છે અને NDAમાં સાથી પક્ષોની સંખ્યા ઉમેર્યા પછી પણ આ આંકડો ફક્ત 113 જ છે. આ 113માં JDUના 4, TDPના 2 અને અન્ય નાના પક્ષોના સાંસદોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત 6 સભ્યો પણ છે, જે સામાન્ય રીતે સરકારની તરફેણમાં જ મતદાન કરે છે. એવામાં NDAનો આંકડો 118 ના બહુમતી આંકડાને પાર કરી જાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના મોટા સાથી પક્ષો TDP, JDU અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ બિલની કેટલીક બાબતોથી શરૂઆતમાં વાંધો ઉઠાવ્યો હતો. જોકે સંસદની સંયુક્ત સમિતિએ તેમના કેટલાક સૂચનો અપનાવ્યા બાદ તેઓ બિલનું સમર્થન કરી શકે છે.

એનડીએના કુલ 293 સાંસદો વક્ફ બિલના સમર્થનમાં:- આમ એનડીએના કુલ 293 સાંસદો વક્ફ બિલના સમર્થનમાં છે, જ્યારે 272 સાંસદોનું સમર્થન મળ્યા બાદ જ બિલ પસાર થઈ શકે છે. ભાજપની ટીડીપી સહિતના સાથી પક્ષો સમર્થન આપવા માની ગયા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પાસે બહુમતીનો આંકડો હોવાનું મનાઈ રહ્યું છે. આમ સાથી પક્ષોનું સમર્થન મળી જશે તો લોકસભામાં બિલ પસાર કરવામાં ભાજપને કોઈપણ મુશ્કેલી નહીં પડે.

વિપક્ષ અને મુસ્લિમ સંગઠનો મજબૂત વિરોધ કરી શકે છે:- જોકે કોંગ્રેસ, સપા, ટીએમસી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ સહિત ઘણા વિપક્ષી પક્ષો આ બિલનો વિરોધ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ હાલમાં તેમની કુલ સંખ્યા 250 કરતા ઓછી છે. સવાલ એ પણ છે કે જો બિલ પર મતદાનની જરૂર પડે છે, તો શું બધા વિપક્ષી સાંસદો ખુલ્લેઆમ બિલનો વિરોધ કરશે, એટલે કે, શું વિપક્ષ એક રહેશે?

કેન્દ્ર સરકારનું કહેવું છે કે, વક્ફ બિલથી વકફ પ્રોપર્ટી સંબંધિત વિવાદોને ઉકેલવાનો અધિકાર મળશે. આનાથી વકફ મિલકતોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે અને મુસ્લિમ સમુદાયની મહિલાઓને પણ ફાયદો થશે. ભાજપ સાંસદ જગદંબિકા પાલની આગેવાની હેઠળની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ NDAના સાથી પક્ષો દ્વારા આપવામાં આવેલા 14 સુધારાઓને સામેલ કરીને સંસદમાં તેનો અહેવાલ રજૂ કર્યો હતો. જોકે, જેપીસીએ વિપક્ષ દ્વારા પ્રસ્તાવિત 44 સુધારાને ફગાવી દીધા હતા. આ કારણથી વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યા છે અને તેને વિવાદાસ્પદ ગણાવી રહ્યો છે.

Related Posts

FBIની સિસ્ટમમાં ઘૂસણખોરીનો દાવો: ‘લગભગ તમામ’ એજન્ટોની માહિતી ચોરી હોવાનો Hacker જૂથનો દાવો….

વોશિંગ્ટન : અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓમાંની એક FBI (Federal Bureau of Investigation) સાથે જોડાયેલો મોટો સાયબર સુરક્ષા વિવાદ સામે આવ્યો છે. ShinyHunters નામના સાયબર ક્રાઇમ જૂથે દાવો કર્યો છે કે તેણે FBIની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને મોટી સંખ્યામાં વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોનો સંવેદનશીલ ડેટા મેળવી લીધો છે. Hacker જૂથે પોતાના ડાર્ક વેબ લીક પ્લેટફોર્મ પર એવો દાવો કર્યો છે કે તેની પાસે “લગભગ તમામ FBI એજન્ટો” અને FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોની માહિતી છે. જોકે, FBIએ આ દાવાની સંપૂર્ણ પુષ્ટિ કરી નથી. અમેરિકન તપાસ એજન્સીએ માત્ર એટલું જણાવ્યું છે કે FBIjobs.govને અસર કરતી અનધિકૃત પ્રવૃત્તિ અંગે એજન્સી વાકેફ છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. Hacker હેકર જૂથે…

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *