હોળી પર રિલીઝ નહીં થાય ‘કેસરી ચેપ્ટર 2’, અક્ષય કુમાર અને અનન્યા પાંડેની ફિલ્મ મુલતવી રાખવામાં આવી

અક્ષય કુમાર, અનન્યા પાંડે અને આર. માધવન ટૂંક સમયમાં એક ફિલ્મમાં સાથે જોવા મળશે. આ જાહેરાત પછી, ચાહકોમાં આ ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ છે અને તેઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું નામ કેસરી ચેપ્ટર 2 છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે તેના નિર્માણની જવાબદારી લીધી છે. આ ફિલ્મની વાર્તા વકીલ સી શંકરન નાયર પર આધારિત છે, જેમણે 1920 ના દાયકામાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટિશ સામ્રાજ્ય સામે લડત આપી હતી.

ફિલ્મની રિલીઝ તારીખ થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ માહિતી આપી હતી.આ ફિલ્મ હવે ગુડ ફ્રાઈડે નિમિત્તે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આનો અર્થ એ થયો કે આ ફિલ્મ ૧૮ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે, નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. અગાઉ આ ફિલ્મ ૧૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ રિલીઝ થવાની હતી.

-> તરણ આદર્શે સોશિયલ મીડિયા પર માહિતી આપી :- તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરતા લખ્યું, “કેસરી ચેપ્ટર 2 – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગની રિલીઝ તારીખ ફાઇનલ થઈ ગઈ છે… ધર્મા પ્રોડક્શન્સ, લીઓ મીડિયા કલેક્ટિવ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા નિર્મિત… આ ફિલ્મ 18 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થશે… કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત… અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડે અભિનીત.

કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ રઘુ પલટ અને પુષ્પા પલટના પુસ્તક ‘ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર’ પર આધારિત છે. રઘુ પલટ સી શંકરનનો પૌત્ર છે. અહેવાલો અનુસાર, અક્ષય આ ફિલ્મમાં વકીલ સી શંકરન નાયરની ભૂમિકા ભજવશે. જોકે, અનન્યા અને માધવનની ભૂમિકાઓ વિશે હજુ સુધી વધુ માહિતી નથી. અનન્યા અને અક્ષય કુમાર પહેલી વાર સાથે કામ કરતા જોવા મળશે.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *