હર હર મહાદેવ! રાજ્ય સહિત દેશભરમાં શિવ મંદિરોમાં શિવનાદની ગૂંજી ઉઠ્યા

આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સહિત દેશભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શિવાલયોમાં શંખનાદની ગૂંજ જોવા મળી રહી છે. વહેલી સવારથી ભગવાન શિવના દર્શન અને આરાધના કરતા શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી છે.

હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શિવની પૂજાનો તહેવાર મહાશિવરાત્રી ફાગણ મહિનામાં આવે છે. આજે 26 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી અને શિવલિંગની પૂજા કરવાનો લાભ લઈ રહ્યા છે. આજના દિવસે શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાનું ખાસ માહાત્મ્ય છે.આજના દિવસે ભગવાન શિવના આર્શીવાદ મેળવવા શિવલિંગ પર દૂધ, મધ, શેરડીના રસ તેમજ કાળા તલ અને સૌથી વધુ બિલિપત્ર ચઢાવવામાં આવે છે.

-> મહાશિવરાત્રિ પર્વનું વ્રત રાખવાનું વિશેષ માહાત્મ્ય :- શિવભકતો આજે અન્નનો ત્યાગ કરી ફકત ફળાહર લઈ વ્રત પૂર્ણ કરે છે. તો કેટલાક ભક્તો ફરાળ કરી વ્રત રાખે છે. શ્રદ્ધાળુઓ વહેલી સવારે મંદિરોમાં થતી મંગળા આરતીનો લાભ લેવા પંહોચી ગયા છે. અનેક શિવમંદિરોમાં શિવભક્તો મંદિરમાં ધજા ચઢાવવા પોતાના ઢોલ નગારા સાથે નીકળ્યા છે. આજે 12 જ્યોર્તિલિંગમાંથી કોઈ એક જ્યોર્તિલિંગના દર્શન કરવામાં આવે તો ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે.

Related Posts

Weirdest Jobs: દુનિયાની એવી 15 અજીબોગરીબ નોકરીઓ, જેમાં કામ અકલ્પનીય અને પગાર લાખોમાં છે..

આવી પણ નોકરી હોય શકે? દુનિયાની 15 અજાયબ નોકરીઓ, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો! જ્યારે પણ નોકરીની વાત આવે છે ત્યારે સૌથી પહેલા ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, પોલીસ, બેન્કર…

YouTube Banned Countries: જાણો વિશ્વના એવા કયા દેશો છે જ્યાં યુટ્યુબ પર પ્રતિબંધ છે અને કેમ?

આજના સમયમાં YouTube દુનિયાનું સૌથી લોકપ્રિય વિડિયો પ્લેટફોર્મ છે. કરોડો લોકો દરરોજ શિક્ષણ, મનોરંજન, સમાચાર અને અન્ય માહિતી માટે તેનો ઉપયોગ કરે છે. જોકે, દુનિયાના કેટલાક દેશોમાં YouTube પર સંપૂર્ણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *