સુરતમાં વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારજનોએ સંચાલકો પર લગાવ્યો આક્ષેપ, ફી ન ભરતા અપાઈ હતી સજા!

B INDIA સુરત : સુરત શહેરમાં વિદ્યાર્થિની આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિનીના આપઘાત પાછળ સૌથી ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. વિદ્યાર્થિનીના પરિવારજનોએ શાળા પર આક્ષેપ કર્યા છે કે, ફી બાકી હોવાથી સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીને સજા આપવામાં આવી હતી, જે અંગે ખોટું લાગતા વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે.

વિદ્યાર્થિનીની 3 મહિનાની સ્કૂલ ફી બાકી હોવાની માહિતી સામે આવી રહી છે. આક્ષેપ અનુસાર, બાળકીને બહાર તો ક્યારેક ટોઈલેટ પાસે ઉભી રાખતા હતા. ધો. 8ની વિદ્યાર્થિનીને સંચાલકો સજા આપતા હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. સાથે જ મૃતકના પરિવારનું કહેવું છે કે, બે દિવસ સુધી ટોઈલેટ પાસે ઉભી રાખવાની સજા આપી હતી. જેના કારણે બાળકીને લાગી આવતા ઘરે ફાંસો ખાઈ લીધો હતો.

ધોરણ 8ની વિદ્યાર્થિનીના આપઘાત અંગે તેના પરિવારજનોના આ ગંભીર આક્ષેપો બાદ સચિન પોલીસે પણ તપાસ શરૂ કરી છે. અને વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ તો સ્કૂલમાં તપાસ શરૂ કરી દીધી છે.

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *