B india સુરત : સુરતમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઈટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. બાળકને સારવાર મળે તે પહેલા તબીબે મૃતક જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર, અંડરગ્રાઉન્ડ ટાંકી ખુલ્લી હોવાથી બાળકનું પડી જવાથી મોત નિપજ્યું. રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના સિક્યુરિટી ગાર્ડ કે સુરક્ષા દીવાલ નહિ હોવાથી બાળક ત્યાં પહોંચ્યો હતો. રેલવે તંત્રની બેદરકારીના કારણે બાળકનું મોત નિપજ્યું હોવાના પરિવારના આરોપ છે. ઉધના રેલવે પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
-> પરિવારનો ઉધના રેલવે તંત્ર સામે આરોપ :- પરિવારનાં આક્ષેપ અનુસાર, ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી પાસે બાળક રમી રહ્યું હતું. ત્યારે રમતા રમતા બાળક પાણીની ટાંકીમાં પડી જતાં આસપાસનાં લોકો દોડીને આવ્યા હતા અને બાળકને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.







