વડોદરામાં વધુ એક મહિલા બની લવ જેહાદનો શિકાર, મુસ્લિમ ધર્મ અપનાવવા કર્યુ દબાણ

B INDIA વડોદરા : વડોદરામાં વધુ એક મહિલા લવ જેહાદનો શિકાર બની છે,જેમાં મોહસીન નામના યુવકે મનોજ સોની તરીકે ઓળખ આપી મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું છે. ત્યારે રેલવેમાં ફીટરમેન તરીકે નોકરી કરે છે. મોહસીન અને વર્ષ 2020માં તે મહિલાના સંપર્કમાં આવ્યો હતો. તો બીજી તરફ મહિલાને આ વાતની જાણ થતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ, આરોપીએ નામ બદલીને હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા હોવાની વાત સામે આવી છે.જયારે લગ્ન કર્યા બાદ મહિલાને આ વાતની જાણ થઈ છે તો તેના પગ જમીન પરથી સરકી ગઈ હતી. તો મહિલાએ તેની સાથે રહેવાની ના પાડી હતી. જેને લઈ તેને માર પણ માર્યો હતો. તો મહિલાને મુસ્લિમ ધર્મ અપનાવવા પણ કર્યુ હતુ. દબાણ સાથે સાથે મહિલાના સંતાનોને મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે મહિલા ગભરાઈ હતી. અને પોલીસ સ્ટેશને પહોંચી હતી.

-> મહિલાના નામે લીધી લોન :- પોલીસે મહિલાની ફરિયાદ લીધી અને આરોપી મોહસીનની ધરપકડ પણ કરી છે.ત્યારે આરોપીએ મહિલાના નામે રૂપિયા 2 લાખની લોન પણ લીધી હોવાની વાત સામે આવી છે.આરોપીનું અસલી નામ મોહસિન ઐયુબખાન પઠાણ છે અને તે વડોદરાના તાંદલજા વિસ્તારમાં નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહે છે. જેમાં બાપોદ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા ફસાઇ હતી. મોહસિને મહિલા સાથે હિન્દૂ વિધિ અનુસાર લગ્ન કરવાનું નાટક પણ કર્યું હતું.

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *