વડનગરને કરોડોના વિકાસકાર્યોની ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું મ્યુઝિયમનું લોકાર્પણ

B india મહેસાણા :- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે. ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. વડનગર શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે.

Rajni Patel (@rajnipatel_mla) / X

તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે.

અમિત શાહ વડનગરમાં કરોડોના વિકાસકાર્યોનું કરશે ઉદ્ઘાટન, જાણો વિશેષતા... -  News Capital

વડનગર પર આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી ગાંધીનગર, અને આઇઆઇટી રૂડકી તરફથી વ્યાપક બહુ-વિષયક શોધ શરૂ કરવામાં આવી છે. આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો સાથે, આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસ અને સંસ્કૃતિના શોખીનો માટે એક ખાસ ભેટ છે.પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.

અમિત શાહ વડનગરમાં કરોડોના વિકાસકાર્યોનું કરશે ઉદ્ઘાટન, જાણો વિશેષતા... -  News Capital

મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની, કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે.કેન્દ્રીય ગૃહમંત્રી ₹72 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘પ્રેરણા સંકુલ’ને સમર્પિત કર્યું હતું. ‘પ્રેરણા સંકુલ’ એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે. 1888માં સ્થાપિત થયેલા આ જ શાળામાં આપણા માનનીય વડાપ્રધાનએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે, જેમાં નવી ટેક્નોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે.

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *