રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ, પવનોની દિશા બદલતા તાપમાનમાં થયો વધારો

-: રાજ્યમાં પવનોની દિશા બદલતા અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ :-

મોટાભાગના જિલ્લામાં તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાયું છે તો રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયું છે.

-: ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે :-

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે.

-: કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી મુજબ :-

કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજકોટમાં 40.5 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી,અમદાવાદમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી,ડીસામાં 39.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી,વડોદરામાં 39.2, સુરતમાં 38.7 ડિગ્રી,ભુજ અને નલિયામાં તાપમાન 39.6 ડિગ્રી ,અમરેલીમાં 39.6 ડિગ્રી, ભાવનગરમાં 38.1 ડિગ્રી,મહુવા અને કેશોદમાં તાપમાન 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

  • Related Posts

    દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

    કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

    KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

    ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *