રાજકોટમાં નકલી કારોબારની બોલબાલા, નકલી પોલીસે બાઈક ચાલક પાસેથી પડાવ્યા પૈસા

B INDIA રાજકોટ : રાજકોટમાં ફરી નકલી પોલીસનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરમાં નકલી પોલીસે બાઈક ચાલક પાસેથી પૈસા પડાવી લીધા હતા. બાઈક ચાલકને નકલી કેસમાં ફસાવી દેનારા બે શખ્સ સામે થોરાળ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે નકલી શખ્સોને શોધવા CCTVના આધારે શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અમૂલ સર્કલ પાસે બાઈક ચાલકને અજાણ્યા બે શખ્સોએ રોકી લીધો હતો. આ બંને શખ્સોએ પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. એટલે બાઈક ચાલક તેમના રોકવાથી ઉભો રહ્યો. આ દરમ્યાન બંને શખ્સોએ બાઈક ચાલકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

પોલીસની ઓળખ આપનાર બંને શખ્સોએ ચાલકને ધમકી આપી કે, જો તું અમને રૂપિયા નહીં આપે તો તારું નામ પોલીસ ચોપડે ચઢી જશે. અને તું પોતાને નિર્દોષ સાબિત કરવા પોલીસ અને કોર્ટના ધક્કા ખાતો રહીશ. બાઈક ચાલકે શરૂઆતમાં બંને શખ્સને પૈસા આપવામાં આનાકાની કરતાં તેને માર માર્યો. અંતે તેમનાથી છુટકારો મેળવવા બાઇક ચાલકે 23,000 રૂપિયા આપ્યા હતા.

બનાવનાં પગલે બાઈક ચાલક યુવાન થોરાળા પોલીસ સ્ટેશન પંહોચ્યો હતો. આ બંને આરોપી વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને શંકા છે કે, બંને શખ્સ ખરેખર પોલીસકર્મી નથી પરંતુ બનાવટી છે. જો કે થોરાળા પોલીસે બાઈક ચાલકની ફરિયાદ નોંધી હતી અને બંને શખ્સોને ઝડપી પાડવા CCTV ના આધારે તપાસ હાથ ધરી હતી.

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *