મંત્રીઓએ બોલતી વખત સંયમ રાખવો જોઇએ, કોઇની સાથે અન્યાય ન થાય તે આપણી જવાબદારીઃ ફડ્ણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના મંત્રીમંડળના સાથીદારોને સમાજમાં સુમેળ જાળવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે મંત્રીઓએ પોતાના નિવેદનોમાં સંયમ રાખવો જોઈએ જેથી સમાજમાં નફરત ન ફેલાય. ૧૯ માર્ચે NCP-SPના વરિષ્ઠ નેતા જયંત પાટીલ દ્વારા આયોજિત ‘લોકમત મહારાષ્ટ્રિયન ઓફ ધ યર એવોર્ડ ૨૦૨૫’ પ્રસંગે લેવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે આ વાત કહી હતી. મુખ્યમંત્રી ફડણવીસે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના ‘રાજધર્મ’ના ઉપદેશોને યાદ કરાવતા મંત્રીઓને તેમના વ્યક્તિગત મંતવ્યો અને પસંદ-નાપસંદથી ઉપર ઉઠીને બંધારણ પ્રત્યે વફાદાર રહેવા હાકલ કરી.

આ પણ વાચો :- દિલ્હીના અકબર રોડના સાઇનબોર્ડ પર કાળો રંગ લગાવાયો, મહારાણા પ્રતાપની તસ્વીર ચોંટાડી

દેવેન્દ્ર ફડણવીસે કોઈનું નામ લીધા વિના ટિપ્પણી કરી :- મુખ્યમંત્રીની આ ટિપ્પણી ઔરંગઝેબ વિવાદ અને મંત્રી નિતેશ રાણેના વિવાદાસ્પદ નિવેદન બાદ નાગપુરમાં થયેલી હિંસા બાદ આવી છે. જોકે, તેમણે પોતાના નિવેદનમાં કોઈનું નામ લીધું નથી.

રાજધર્મનું પાલન કરવું ફરજિયાત છે – દેવેન્દ્ર ફડણવીસ :- ફડણવીસે કહ્યું, “એક મંત્રી તરીકે, આપણે આપણી જવાબદારી સમજવી જોઈએ. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે રાજધર્મનું પાલન કરવું જરૂરી છે. આપણે આપણા પદની ગરિમા જાળવી રાખીને બંધારણ અનુસાર કામ કરવું જોઈએ. આપણે આપણા અંગત અભિપ્રાય, પસંદ અને નાપસંદને બાજુ પરરાખવા પડશે. આપણે બંધારણના શપથ લીધા છે અને બંધારણે આપણા પર આ જવાબદારી મૂકી છે કે આપણે કોઈપણ વ્યક્તિ સાથે અન્યાય ન કરવો જોઈએ.”મુખ્યમંત્રીએ કહ્યું, “મંત્રીઓએ બોલતી વખતે સંયમ રાખવો જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે તેમના શબ્દો સમાજમાં ક્યાંય પણ દ્વેષ ન પેદા કરે.

આ પણ વાચો :- શેખ હસીનાના સમર્થન બદલ શિક્ષકો સાથે યુનુસ સરકારના આકરા વલણની દુનિયાભરમાં ટીકા

“તમામ વર્ગોને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધતા – દેવેન્દ્ર ફડણવીસ :- ઇન્ટરવ્યુ દરમિયાન, જયંત પાટીલે મુખ્યમંત્રીને કેટલાક મંત્રીઓ દ્વારા ચોક્કસ સમુદાય વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનો અંગે પ્રશ્ન કર્યો હતો. આ અંગે ફડણવીસે સ્પષ્ટતા કરી કે સરકાર તમામ વર્ગોને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે. મહત્વનું છે કે અગાઉ, વિપક્ષે ભાજપના મંત્રી નિતેશ રાણેના નિવેદન પર રાજ્ય વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *