ભરશિયાળે ડાંગ જિલ્લામાં વરસ્યો વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

ડાંગ જિલ્લામાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. શિયાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે.હાલ કાતિલ ઠંડા પવનોની વચ્ચે અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિત જોવાલાયક સ્થળોએ રમણીય દૃશ્યો સર્જાઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

આજે વહેલી સવારે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં શિયાળુ ઉભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને જંગી નુકસાનની ભીતિ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં પાંચ દિવસ હવામાન શુષ્ક રહે તેવું જણાવ્યું હતું. આ સાથે તેમણે બે દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી કરવામાં આવી છે.તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં 2-3 દિવસની રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરી છે,

જોકે, આ દરમિયાન પણ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોના સંકેત દેખાતા નથી તેવું તેમણે જણાવ્યું છે. સામાન્ય રીતે 15મી જાન્યુઆરીથી તાપમાન વધવાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ઠંડી લાંબી ચાલી શકે છે. 18 જાન્યુઆરીથી ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતાઓ છે. જેમાં લઘુત્તમ તાપમાન 1-2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.

Related Posts

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરની ટક્કરે યુવકનું મોત

અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર મંગળવારે વહેલી સવારે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પરે એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે…

ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *