બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા સજ્જડ બંધનું એલાન, વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને દર્શાવ્યો વિરોધ

B INDIA ધાનેરા : બનાસકાંઠામાં છેલ્લાં 20 દિવસથી ધાનેરાના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે ધાનેરામાં સજ્જડ બંધનું એલાન આપ્યું છે. જેમાં વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરા સજ્જડ બંધ રાખીને લોકો જન આક્રોશ સભામાં જોડાશે.

-> જન આક્રોશ સભાનું આયોજન :- આ જન આક્રોશ સભામાં લોકોને લાવવા માટે 350 રિક્ષાઓ મફત સેવા આપશે. જેને લઈને તમામ રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા છે. જન આક્રોશ સભામાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ટ્રેકટરો લઈને ઉમટશે. તેમજ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારાસભ્ય પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ જોડાશે. ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા યોજાયેલ જન આક્રોશ સભામાં લોકો સરકાર સામે વિરોધ વ્યક્ત કરીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરશે.

-> વેપારીઓની માગ પૂર્ણ કરો :- તો બીજી તરફ વેપારીઓ કહી રહ્યા છે કે, અમારે માલ સામાન સહિતના વિવિધ કામો માટે બનાસકાંઠા પાલનપુર અનુકૂળ છે જેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ. જો માંગ નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

Related Posts

સ્પેન-અમેરિકા વેપાર સંબંધો: અટકળો વચ્ચે સ્પેનનું સ્પષ્ટ વલણ, સંબંધોને ગણાવ્યા અતૂટ

સ્પેનનું સ્પષ્ટ વલણ: અમેરિકા સાથેના વેપાર સંબંધો અતૂટ અને મજબૂત મેડ્રિડ: તાજેતરમાં વેપાર સંબંધિત નિવેદનો બાદ સર્જાયેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકતા, સ્પેનની સરકાર દ્વારા એક સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.…

જોહાનિસબર્ગમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે: શહેર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ

જોહાનિસબર્ગમાં હવાની ગુણવત્તા કથળી: વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું શહેર જોહાનિસબર્ગ હાલમાં ગંભીર વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. 8 જુલાઈ, 2026ના રોજ નોંધાયેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *