દ્વારાકામાં મેગા ડિમોલિશિનને લઈને લોકોમાં રોષ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અપાઈ ધમકી

B india અમદાવાદ :- ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી છે. સોશિયલ મીડિયામાં ગેસ્ટ ફ્રોમ માર્સ એકાઉન્ટ પરથી ત્રણથી ચાર પોસ્ટ કરી હર્ષ સંઘવીને ધમકી અપાઈ. ગેસ્ટ ફ્રોમ માર્સ એકાઉન્ટમાં પોસ્ટ કરનાર શખ્સે હર્ષ સંઘવીને ધમકી આપવા સાથે આ પોસ્ટમાં પ્રવીણભાઈ, પીએમઓઇન્ડિયા, દ્વારકાટુડે, રાહુલગાંધીને પણ ટેગ કરાયા છે.એક પોસ્ટમાં બાલાપુરના લોકોની સમસ્યાને લઈને વાત કરવામાં આવી છે જ્યારે અન્ય એક પોસ્ટમાં બાળકો કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે જાણવા હર્ષ સંઘવીને બાલાપુરની સરકારી શાળાની મુલાકાત લેવા જણાવ્યું છે.

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળી ધમકી, કોણે ધમકી આપી તે અંગે તપાસ  ચાલુ

ઉલ્લેખનિય છે કે, દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલા દબાણને દૂર કરવામાં આવ્યા હતા. જ્યાં બેટ દ્વારકામાં ડિમોલિશન સામે મુસ્લિમ જમાતના ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.અરજદારનો આક્ષેપ છે કે, HCમાં અરજી પેન્ડિંગ છતા ડિમોલિશન કેમ કરવામાં આવ્યું તે સમજવામાં નથી આવતું ત્યારે અરજીમાં અરજન્ટ સુનાવણી કરવા અરજદારે રજૂઆત કરી છે. તો 20 જાન્યુઆરીના રોજ દ્વારકા ડિમોલિશન મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *