દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પ્રવેશબંધી, જાણો કેટલી તારીખ સુધી રહેશે અમલમાં

B INDIA દેવભૂમિ દ્વારકા :  દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પ્રવેશબંધી કરતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં આવેલા ૨૧ ટાપુઓ પર પુર્વ મંજુરી વિના હવે પ્રવેશ કરી શકાશે નહીં. તેમજ દ્વારકા નજીકના આવેલા ટાપુ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ પ્રતિબંધ 30 જાન્યુઆરીથી લઈને 30 માર્ચ સુધી અમલમાં રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સમુદ્રમાં 24 ટાપુઓ આવેલા છે.

જે ટાપુઓમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે 21 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્‍ધાળુઓ સાથે રાષ્‍ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શક્યતા નકારી શકાય નહી.

–> આ 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ :

(૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભેંદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (૨૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (૨૧) કુડચલી ટાપુ

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *