ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ


સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો.

અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની કાર્ય કરે અને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે આગળ ધપાવે.

આ પ્રસંગે દિલ્હી પબ્લિક સ્કૂલ, કોબાના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમણે વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત પણ લીધી હતી.

આ કાર્યક્રમમાં વિધાનસભાના અધિકારી ઓ અને કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  • Related Posts

    મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ભારતનો ગેસ પ્લાન: હવે ID પર મળશે 5 કિલો સિલિન્ડર

    મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવના પડઘા હવે ભારત સુધી સંભળાવા લાગ્યા છે. ઇંધણ પુરવઠા પર તેની સીધી અસર થવાની શક્યતા વચ્ચે કેન્દ્ર સરકારે ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ…

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ (SVAP)નું આયોજન

    આગામી 26  એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.…