ગુજરાત એટીએસને ફરી સફળતા મળી, અમદાવાદનાં લાલ દરવાજા પાસેથી ઝડપી પાડ્યું 27 લાખનું ડ્રગ્સ

B INDIA અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ દ્વારા લાલ દરવાજા પાસેથી 27 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગુજરાત એટીએસએ ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ગુજરાત એટીએસને બાતમી મળી હતી. જે બાદ અમદાવાદના લાલ દરવાજા પાસેથી ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે.  વોચ રાખીને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે ડ્રગ્સ પેડલર ફરઝાન શેખની ધરપકડ કરીને તેની પાસેથી એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું. આ આરોપી પાસેથી અગાઉ પણ પોલીસ 20 કિલો જેટલું ડ્રગ્સ જપ્ત કરી ચૂકી છે. પોલીસ ડ્રગ્સ પેડલરની સાથેના બીજા આરોપીઓને પણ તપાસ કરી રહી છે.ગુજરાત એટીએસ દ્વારા આ આરોપીને ઝડપી પાડી વધુ સખત તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો. તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *