ગાંધીનગર: DGPનો આદેશ, ખાસ ઝુંબેશને લઈને દરેક સરકારી કચેરીઓ પર આવતીકાલે પોલીસ રહેશે તૈનાત

DGPએ ખાસ ઝુંબેશને લઈને આદેશ કર્યો છે. સરકારી કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. દરેક સરકારી કચેરીઓ પર આવતીકાલથી પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિક પોલીસ ઓફિસ ના ગેટ પર નિયમોનું પાલન કરાવશે. DGP વિકાસ સહાયએ આદેશ કર્યો છે. હાઇકોર્ટના કડક વલણ બાદ રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કરાયું છે. નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. ફરજીયાત હેલ્મેટનાં હાઈકોર્ટનાં આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે સરકારી કચેરીમાં આવતા દ્રિકચક્રી વાહનો પર બેસનાર બંને વ્યક્તિઓએ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે.

રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં દ્રિચક્રી વાહન પર બેસનાર બંને વ્યક્તિઓ ફરજીયાત હેલ્મેટ પહેરવું અને કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સરકારી કચેરીઓમાં આવતા દ્રિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો તાજેતરમાં પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમજ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે.

-> જાહેર હિતની અરજી થઈ હતી હાઈકોર્ટમાં :- ગુજરાત હાઇકોર્ટ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદના ટ્રાફિક અને તે દૂર કરવાની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે બાઈક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાની અમલવારી કરાવવા આદેશ કર્યો છે. બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું તે અંગે અમલવારી ન થતી હોવાથી હવે તે પણ અમલવારી કરાવવા આદેશ કર્યો હતો. રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે.

રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજીયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીને હેલ્મેટ પહેરવા સૂચના અપાઈ હતી. અમદાવાદ પોલીસ વિભાગના કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતી વખત નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ. પોલીસ અધિકારીને તેમની નીચેનો સ્ટાફ હેલ્મેટ પહેરી છે કે નહિ તેની ચકાસણી કરાશે. તેમજ હેલ્મેટ પહેર્યા વગર આવનારા કર્મચારીને કચેરીમાં પ્રવેશ નહિ અપાય. સાથએ જ હેલ્મેટ વગરના કર્મચારીઓ વિરૂદ્ધ એમ.વી એક્ટ ની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સુત્રોએ જણાવ્યુ હતું.

Related Posts

1 October 2026નું રાશિફળ: નવા મહિનાની નવી શરૂઆત, જાણો 12 રાશિ માટે કેવો રહેશે દિવસ….

1 October 2026, ગુરુવારથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે. જ્યોતિષ આધારિત દૈનિક રાશિફળ મુજબ આ દિવસમાં કરિયર, પૈસા, પરિવાર અને સંબંધોને લઈને કેટલીક રાશિઓ માટે નવી તકો ઊભી થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ મહત્વના નિર્ણય લેતી વખતે ઉતાવળ ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિવિધ જ્યોતિષીય સ્ત્રોતો 1 Octoberના દિવસે વ્યવહારુ વિચાર, સંવાદ અને જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરે છે. જોકે રાશિફળ સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત હોય છે અને વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામ અલગ હોઈ શકે છે. મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે 1 Octoberનો દિવસ વાતચીત અને મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને ધ્યાન ખેંચી શકે છે. કોઈ વ્યક્તિ સાથે થતી સામાન્ય વાતચીત પણ આગળ જઈને મહત્વપૂર્ણ બની શકે છે, તેથી બોલતા પહેલાં વિચારવું…

ઠક્કરનગર વિસ્તારમાં Traffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી Brutality 2026

ઠક્કરનગર વિસ્તારમાંTraffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી: નો-એન્ટ્રીમાં જતાં ટ્રકને રોકવા પોલીસકર્મીએ ઈશારો કર્યો, ડ્રાઈવરે ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાંTraffic પોલીસ અને ટ્રક ડ્રાઈવર વચ્ચે થયેલી એક ઘટનાનો વીડિયો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, નો-એન્ટ્રી વિસ્તારમાં પ્રવેશી રહેલા એક ટ્રકને ટ્રાફિક કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીએ ટ્રક ડ્રાઈવરને રોકવા માટે ઈશારો કર્યો હોવા છતાં ટ્રક આગળ વધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રક પોલીસકર્મી તરફ ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. ટ્રકને રોકવા માટે પોલીસકર્મીએ રસ્તા પરથી ઈંટ અથવા પથ્થર જેવી વસ્તુ ઉઠાવીને ટ્રક તરફ ફેંકી હોવાનો પણ દાવો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, સમગ્ર ઘટનાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *