ગાંધીનગર: ગુજરાત બજેટને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી, રવિવારે યોજાશે મહત્વની બેઠક

B INDIA ગાંધીનગર : ગુજરાત બજેટ વર્ષ 2025-26ના બજેટને લઈ આખરી તૈયારીઓ થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાણાંમંત્રી રવિવારે બેઠક કરશે. બજેટને આખરી ઓપ આપવા બેઠકમાં સમિક્ષા થશે . 2025-26નું બજેટ ગત વર્ષ કરતા 10 ટકાથી વધુ રહેવાનો અંદાજ છે.આગામી તા. 20 ફેબ્રુઆરીનાં દિવસે બજેટ રજૂ થશે. વિધાનસભા બજેટ સત્રનું કામ ચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

સત્રનાં પ્રથમ દિવસે રાજ્યપાલનાં સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. તેમજ રાજ્યપાલનાં સંબોધન બાદ શોકદર્શન ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે. તેમજ સરકારી વિધાયકો અને સરકારી કામકાજનાં મુદ્દા રજૂ થશે. 20 ફેબ્રુઆરીનાં દિવસે રજૂ થનાર બજેટમાં સરકારી વિધેયકો માટે ચાર બેઠકો થશે. રાજ્યપાલનાં સંબોધન પર ત્રણ બેઠકમાં ચર્ચા થશે.

પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બે બેઠકો મળશે. તેમજ બજેટ સંદર્ભે ચાર બેઠકોમાં ચર્ચા થશે.મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. બજેટમાં માંગણી પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો મળશે. બજેટ સત્રની સત્તા પક્ષની આગામી 18 ફેબ્રુઆરીએ બેઠક મળશે. તેમજ આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

Related Posts

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

બાજરી, જુવાર અને મકાઈ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ: ખેડૂતોએ નોંધણી કરાવવી ફરજીયાત

બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *