આજથી સુરતમાં ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગૂ, ભૂલથી પણ હેલ્મેટ વિના નીકળ્યા તો દંડાશો

B INDIA સુરત : સુરતમાં આજથી ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગૂ થઈ ગયો છે. હવે આજથી સુરતમાં જો ટુ-વ્હીલર લઈને ઘરની બહાર નીકળ્યા અને હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.શહેરમાં 550 સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક પોલીસની 250 ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે, ત્યારે હેલ્મેટ નહીં પહેરનારા સ્થળ પર જ દંડ અને ઈ-મેમો આપવામાં આવશે. આ માટે 3 હજાર કોન્સ્ટેલના મોબાઇલ ફોનમાં VOC એપ ઇન્સ્ટોલ કરવામાં આવી. આ એપથી પોલીસ ફોટો પાડશે જે કમાન્ડ કંટ્રોલ રૂમમાં જશે. કમાન્ડ કંટ્રોલ રૂમથી જે-તે વ્યક્તિના નામે મેમો બની જશે.

અગાઉ પોલીસે 45 દિવસ સુધી હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. એક દિવસ પહેલા સુરત પોલીસે હેલ્મેટ પહેરી બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ટ્રાફિક વિભાગના પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોમાં હેલ્મેટ વિશે જાગરૂકતા આવે તે માટે રેલી યોજવામાં આવી હતી. રેલીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચઅધિકારીઓ પણ જોડાયા હતા.

વધતા અકસ્માતો બાદ અને હાઈકોર્ટના કડક વલણ બાદ DGPએ હેલમેટ પહેવાનો આદેશ કર્યો છે. DGPના પરિપત્ર બાદ સુરત શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આ અઠવાડિયે જ સુરતમાં RTOના નિયમનું ઉલ્લંઘન કરનાર સરકારી અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવતા 228 સરકારી અધિકારીને પકડીને દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકા, કલેક્ટર કચેરી, સરકારી હોસ્પિટલના દરવાજે પોલીસ સતત તપાસ કરી રહી છે. હેલ્મેટના નિયમનો ભંગ કરનારા 10 પોલીસકર્મી પણ પકડાયા હતા.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *