અરવલ્લીમાં નકલી ASIનો પર્દાફાશ, નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ

અરવલ્લીના બાયડના આંબલીયારાના યુવકનું કારસ્તાન સામે આવતા જ લોકો દંગ રહી ગયા હતા. આંબવીયારામાં નકલી આસીસ્ટન્ટ સબ ઈન્સપેકટર બની છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. નિમેષ ચૌહાણ નામનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરી ASI તરીકે ઓળખાણ આપી હતી. નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી રુપિયા પડાવ્યા હતા.

-> નોકરીની લાલચ આપી કરી છેતરપિંડી :- યુવાનોનું ગાંધીનગરના તાલીમ ક્લાસમાં એડમિશન કરાવી પોલીસમાં નોકરીની લાલચ આપી હતી. પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં હોવાનો નકલી ASIએ દાવો કર્યો હતો. યુવાનોને ભરમાવીને પોતાના પિતા સાથે વાત કરાવતો હતો.

-> નકલી ASIએ 13.50 લાખ પડાવ્યાનો આક્ષેપ :- આ નકલી ASI 6 અલગ – અલગ યુવાનો સાથે છેતરપિંડી કરી કુલ 13.50 લાખ પડાવ્યા હતા. બાયડ પોલીસે પુત્ર નિમેષ ચૌહાણ, પિતા અશોક ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે અન્ય કૌભાંડ પણ સામે આવે તો નવાઈ નહીં..

Related Posts

કિરેન રિજિજુ : સંસદમાં તમામ મુદ્દે ચર્ચા માટે સરકાર તૈયાર, વિપક્ષ હંગામો ન કરે: કિરેન રિજિજુનું મોટું નિવેદન Constructive Debate

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર સંસદમાં તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષે હંગામો કર્યા વિના સંસદીય પ્રક્રિયામાં સહકાર આપવો જોઈએ. સંસદના ચાલી રહેલા સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય ખેંચતાણ વચ્ચે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર સંસદમાં દેશના મહત્વપૂર્ણ અને જનહિત સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. જોકે, ચર્ચા માટે સંસદનું કામકાજ શાંતિપૂર્ણ રીતે ચાલવું જરૂરી છે અને વિપક્ષે હંગામો કરીને કાર્યવાહી ખોરવવી ન જોઈએ. કિરેન રિજિજુના નિવેદનથી ફરી એકવાર સંસદની કાર્યવાહી, સરકાર અને વિપક્ષ વચ્ચેના સંવાદ તથા સંસદીય લોકશાહીમાં ચર્ચાની ભૂમિકા અંગે ચર્ચા શરૂ થઈ છે. સરકારનું કહેવું છે કે સંસદ એ…

Engineering Marvel On Tapi River 2026: સિંચાઈથી લઈને વીજ ઉત્પાદન સુધી Dynamic Progress

River ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક ઉકાઈ-કાકરાપાર યોજના દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. જાણો ઉકાઈ ડેમનો ઇતિહાસ, જળસંગ્રહ ક્ષમતા, સિંચાઈ વિસ્તાર, વીજ ઉત્પાદન અને પીવાના પાણીમાં તેનું મહત્વ. ગુજરાતની સ્થાપના પહેલાંથી જ રાજ્યના જળસંચય અને સિંચાઈ વિકાસ માટે મહત્વાકાંક્ષી યોજનાઓ અંગે આયોજન શરૂ થઈ ગયું હતું. વર્ષ 1949થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો. આજે દાયકાઓ બાદ પણ ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના દક્ષિણ ગુજરાત માટે માત્ર એક જળાશય કે ડેમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સિંચાઈ, વીજ ઉત્પાદન, પીવાના પાણી, ઔદ્યોગિક જળ પુરવઠો અને પૂર નિયંત્રણ સહિત અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ગામ પાસે આવેલી આ યોજના રાજ્યની જૂની અને મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક છે. ખાસ કરીને સુરત,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *