અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ

*અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ*
*****
*ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરી કામગીરીની રૂપરેખા રજૂ કરી*
*****
*જિલ્લામાં જનગણના માટે ૨,૪૬૦ ગણતરીદારો અને ૩૯૯ સુપરવાઇઝરોની નિમણૂંક કરાઈ :-ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે*
*****
ગુજરાત રાજ્યમાં ૧ જૂનથી વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ આજથી વસતી ગણતરી-૨૦૨૭ની પ્રક્રિયાનો પ્રારંભ થતા અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજનો અંગે વિગતો રજૂ કરી હતી.

શ્રી વિદેહ ખરેએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વસતી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૦૯ તાલુકાઓ અને ૦૬ નગરપાલિકાઓ હેઠળ વહીવટી આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં જનગણના માટે કુલ ૨,૫૧૮ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. વસતી ગણતરીના સુચારુ સંચાલન માટે ક્ષેત્ર સ્તરે કુલ ૨,૪૬૦ ગણતરીદારો અને ૩૯૯ સુપરવાઇઝરોની નિમણૂંક કરવામાં આવી છે.

જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આ વખતે દેશમાં સૌપ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરીની પહેલ લાગુ કરવામાં આવી છે. જ્યારે વસ્તી ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે આપની લાગુ પડતી તમામ સાચી માહિતી વસ્તી ગણતરીદાર સમક્ષ રજૂ કરશો. જેથી સાચી માહિતી અને સાચા આંકડાઓ થકી આ વસ્તી ગણતરી પ્રક્રિયાને સફળ બનાવી શકાય અને આવનારા સમયમાં સરકારી યોજનાઓ અને સરકારી જનઅભિયાનોને વધુ અસરકારક બનાવી શકાય.

સ્વ-ગણતરી કરનારા નાગરિકોને વિનંતી કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જે નાગરિકોએ સ્વ-ગણતરી કરી છે તેમણે વસ્તી ગણતરીદારને પોતાનો સેલ્ફ એન્યુમેરેશન આઈડી આપવાનો રહેશે, જેથી તેમની વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.

*********

  • Related Posts

    1 October 2026નું રાશિફળ: નવા મહિનાની નવી શરૂઆત, જાણો 12 રાશિ માટે કેવો રહેશે દિવસ….

    1 October 2026, ગુરુવારથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે. જ્યોતિષ આધારિત દૈનિક રાશિફળ મુજબ આ દિવસમાં કરિયર, પૈસા, પરિવાર અને સંબંધોને લઈને કેટલીક રાશિઓ માટે નવી તકો ઊભી થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ મહત્વના નિર્ણય લેતી વખતે ઉતાવળ ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિવિધ જ્યોતિષીય સ્ત્રોતો 1 Octoberના દિવસે વ્યવહારુ વિચાર, સંવાદ અને જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરે છે. જોકે રાશિફળ સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત હોય છે અને વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામ અલગ હોઈ શકે છે. મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે 1 Octoberનો દિવસ વાતચીત અને મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને ધ્યાન ખેંચી શકે છે. કોઈ વ્યક્તિ સાથે થતી સામાન્ય વાતચીત પણ આગળ જઈને મહત્વપૂર્ણ બની શકે છે, તેથી બોલતા પહેલાં વિચારવું…

    ઠક્કરનગર વિસ્તારમાં Traffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી Brutality 2026

    ઠક્કરનગર વિસ્તારમાંTraffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી: નો-એન્ટ્રીમાં જતાં ટ્રકને રોકવા પોલીસકર્મીએ ઈશારો કર્યો, ડ્રાઈવરે ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાંTraffic પોલીસ અને ટ્રક ડ્રાઈવર વચ્ચે થયેલી એક ઘટનાનો વીડિયો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, નો-એન્ટ્રી વિસ્તારમાં પ્રવેશી રહેલા એક ટ્રકને ટ્રાફિક કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીએ ટ્રક ડ્રાઈવરને રોકવા માટે ઈશારો કર્યો હોવા છતાં ટ્રક આગળ વધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રક પોલીસકર્મી તરફ ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. ટ્રકને રોકવા માટે પોલીસકર્મીએ રસ્તા પરથી ઈંટ અથવા પથ્થર જેવી વસ્તુ ઉઠાવીને ટ્રક તરફ ફેંકી હોવાનો પણ દાવો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, સમગ્ર ઘટનાની…