અંબાલાલની ચિંતાજનક આગાહી, ફરી પવન સાથે પડશે કમોસમી વરસાદ

રાજ્યમાં હવામાન અંગે અંબાલાલ પટેલની આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, ફરી પવન સાથે કમોસમી વરસાદ પડશે. નબળા વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે હવામાનની વિષમ સ્થિતિ રહેશે.જેને લઈને જીરા અને ઘઉંના પાક પર હવામાનની વિપરીત અસર થશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત-પૂર્વ ગુજરાતમાં પવનનું જોર વધારે રહેશે. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છ તથા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે અસર રહેશે. 17, 18, 19 ફેબ્રુઆરી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 17 થી 19 તારીખમાં પવનનુ જોર રહેશે.

અંબાલાલે કહ્યું હતું કે,માર્ચ મહિનામાં પણ હવામાન પલટો આવશે. માર્ચ મહિનામાં કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું પવનના કારણે આગામી ચોમાસા પર અસર પડી શકે છે” આ સાથે તેમણે આ વખતે ઉનાળામાં વધુ ગરમી પડશે તેવી પણ આગાહી કરી છે.

Related Posts

ખેતરોમાં વીજપોલના વળતર મુદ્દે સરકાર સક્રિય, કાલની કેબિનેટ બેઠકમાં થઈ શકે મહત્વપૂર્ણ ચર્ચા

રાજ્યમાં ખેતીની જમીનમાં વીજપોલ ઉભા કરવા બદલ ખેડૂતોને વળતર આપવાના મુદ્દે રાજ્ય સરકાર સક્રિય બની છે. ખેડૂતોના સતત વિરોધ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર હવે વળતર અંગે નવી નીતિ ઘડવાની…

વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં નહીં ચાલે! જામનગર મનપાની ટ્યુશન ક્લાસ પર મોટી કાર્યવાહી

જામનગરમાં તંત્રની લાલ આંખ: ફાયર NOC વગર ધમધમતા ૩ ટ્યુશન ક્લાસ સીલ, સંચાલકોમાં ફફડાટ! જામનગર: તાજેતરના વર્ષોમાં દેશભરમાં કોચિંગ સેન્ટરોમાં બનેલી દુર્ઘટનાઓને પગલે જામનગર મહાનગરપાલિકા (JMC) ના ફાયર વિભાગ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *