ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ પહેલા ટિકિટની તંગી: ₹2000ની ટિકિટ બ્લેકમાં ₹55,000 સુધી!

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હાઈવોલ્ટેજ ફાઇનલ મેચ આવતીકાલે 8 માર્ચે સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. મેચને લઈને દેશભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો ચાહકો ખાસ કરીને અમદાવાદ પહોંચ્યા છે, પરંતુ ટિકિટ મેળવવી હવે અત્યંત મુશ્કેલ બની ગઈ છે.

મેચ જોવા માટે અનેક ક્રિકેટપ્રેમીઓ ટિકિટની આશાએ અમદાવાદ આવ્યા છે. જોકે હાલ સ્થિતિ એવી છે કે સ્ટેડિયમ માટે ઓફલાઇન ટિકિટ વિતરણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ ટિકિટ ઉપલબ્ધ નથી.

ક્રિકેટપ્રેમીઓ ઓનલાઈન બુકિંગ માટે વારંવાર પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ટિકિટ મેળવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર ટિકિટ દેખાતી હોવા છતાં પણ ઘણા લોકો તેને બુક કરી શકતા નથી.

આ દરમિયાન ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે લગભગ ₹2000ની ટિકિટ બ્લેક માર્કેટમાં ₹15,000થી લઈને ₹55,000 સુધી વેચાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દેશભરમાંથી ચાહકો પહોંચ્યા છે અને કોઈપણ રીતે આ ઐતિહાસિક ફાઇનલ મેચનો આનંદ માણવા આતુર છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

વિરાટનગરમાં રૂ. 10.91 કરોડે 30 બેડનું અદ્યતન CHC શરૂ

– રખિયાલ, ઓઢવ અને નિકોલ સહિત આસપાસના હજારો નાગરિકોને નજીકમાં મફત સારવાર સુવિધા પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પૂર્વ ઝોનના નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ ઉપલબ્ધ…

ઈરાન સામે ટ્રમ્પની કડક ચેતવણી: “શરણાગતિ સ્વીકારો નહીં તો મોટો હુમલો થઈ શકે”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારશે નહીં, તો અમેરિકાની તરફથી મોટો લશ્કરી હુમલો શક્ય છે. ટ્રમ્પે જણાવ્યું કે…