માલીમાં ભયાનક આતંકી હુમલો: સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાનું મોત, UNએ વ્યક્ત કરી ચિંતા

પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં એક મોટા અને સંગઠિત આતંકી હુમલાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ મળીને દેશના અનેક વિસ્તારોમાં એકસાથે હુમલા કર્યા છે. આ હુમલામાં માલીના સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે, જે દેશ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

એક સાથે અનેક વિસ્તારોમાં હુમલા
પ્રાથમિક અહેવાલો મુજબ, રાજધાની બમાકો નજીક, સોનાની ખાણવાળા વિસ્તારો અને અન્ય અનેક સ્થળોએ સંકલિત રીતે હુમલા કરવામાં આવ્યા. આ હુમલો છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી મોટો અને સુનિયોજિત હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. ફ્રાન્સની મીડિયા સંસ્થા Radio France Internationale (RFI)ના રિપોર્ટ અનુસાર, જેએનઆઈએમના આતંકીઓએ કાટી મિલિટરી બેઝ પર હુમલો કર્યો હતો. આ બેઝ પર જ સંરક્ષણ મંત્રીનું નિવાસસ્થાન હતું, જ્યાં તેમને નિશાન બનાવી હત્યા કરવામાં આવી.

લાંબા સમયથી અશાંતિનો માહોલ
માલીમાં વર્ષોથી આતંકી સંગઠનો અને વિદ્રોહી જૂથો સરકાર સામે લડી રહ્યા છે. જેએનઆઈએમ જેવા જૂથો અલ-કાયદા સાથે જોડાયેલા છે, જ્યારે તુઆરેગ વિદ્રોહીઓ ઉત્તર માલીમાં અલગ સત્તાની માંગ કરી રહ્યા છે. હાલમાં દેશમાં સૈન્ય શાસન છે, જેના કારણે સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે.

આંતરરાષ્ટ્રીય ચિંતા વધી
આ હુમલા બાદ United Nations (UN)એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને પ્રદેશમાં શાંતિ જાળવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત જણાવી છે.

  • Related Posts

    પાકિસ્તાનમાં આતંકી લશ્કર કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની સરેઆમ હત્યા, જાણો સમગ્ર મામલો

    પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લાન્ડી કોટલ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટનાથી આતંકી નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલો મુજબ, આફ્રિદી…

    ઈરાનના વિદેશ મંત્રીનો ફરી પાકિસ્તાન પ્રવાસે : બે દિવસમાં બીજી મુલાકાત, રાજનૈતિક ચર્ચાઓ તેજ

    અબ્બાસ અરાઘચી ફરી એકવાર ઈસ્લામાબાદ પહોંચ્યા છે. બે દિવસમાં આ તેમનો બીજો પ્રવાસ છે, જે પ્રદેશમાં વધી રહેલી રાજનૈતિક હલચલને દર્શાવે છે. ઈસ્લામાબાદમાં થોડો સમય રોકાયા બાદ તેઓ રશિયા જવાના…