પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ: અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર સંયુક્ત હુમલો, ખામેનીના મોતનો ટ્રમ્પનો દાવો

પશ્ચિમ એશિયામાં તણાવ ગંભીર સ્તરે પહોંચી ગયો છે. અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર મોટો સંયુક્ત હવાઈ હુમલો કર્યો હોવાનું અહેવાલ છે. ઇરાનના અનેક શહેરો હવાઈ હુમલાનો ભોગ બન્યા હોવાનું કહેવામાં આવે છે. જવાબી કાર્યવાહીમાં ઇરાને અનેક દેશોમાં આવેલા અમેરિકી લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાનું જણાવાયું છે. આ વધતા સંઘર્ષને લઈને વિશ્વભરના દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.

ટ્રમ્પનો દાવો: ખામેની હુમલામાં માર્યા ગયા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર પોસ્ટ કરીને દાવો કર્યો કે ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની હુમલામાં મોતને ભેટ્યા છે. ટ્રમ્પે આને ઇરાની જનતા અને વિશ્વ માટે ન્યાય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ખામેની અમેરિકાની ગુપ્તચર અને આધુનિક ટ્રેકિંગ સિસ્ટમથી બચી શક્યા નહોતાં અને આ ઓપરેશન દરમિયાન અમેરિકાએ ઇઝરાયલ સાથે નજીકથી કામ કર્યું હતું. હાલ સુધી ઇરાન તરફથી ખામેનીના અવસાન અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

વિશ્વભરના દેશોની પ્રતિક્રિયા
ઘણા દેશોએ બંને પક્ષોને સંયમ રાખવા અપીલ કરી છે. ભારતે પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરીને તણાવ ઘટાડવા અને રાજનૈતિક માર્ગ અપનાવવા અનુરોધ કર્યો છે. તુર્કીએ પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની ઓફર કરી છે.

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે દૂતાવાસની સૂચના
Embassy of India, Riyadh એ જણાવ્યું છે કે હવાઈ માર્ગ બંધ થવાથી અથવા ફ્લાઇટ રદ થવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ભારતીય નાગરિકો 24 કલાક ચાલુ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે. ભારતીય એરલાઇન્સે ફસાયેલા મુસાફરોને સહાય કરવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. મુસાફરોને પોતાની એરલાઇન દ્વારા જારી કરાયેલા સત્તાવાર અપડેટ્સ પર નજર રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ahmedabad : ગોતામાં મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગ… 1

Ahmedabad ના ગોતામાં મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગ: ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો Ahmedaba: Ahmedabadના ગોતા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે પાંચથી વધુ ફાયર ફાઇટર ગાડીઓની મદદ લેવામાં આવી હતી. ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે સ્થળ પર આગ બુઝાવવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી, કેટલું આર્થિક નુકસાન થયું અને કોઈ વ્યક્તિને ઇજા પહોંચી છે કે નહીં તે અંગેની સત્તાવાર વિગતોની પુષ્ટિ થવાની બાકી છે. -> Ahmedabad : ગોતામાં મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગની ઘટના :Ahmedabadના ગોતા વિસ્તારમાં…

Keshodમાં સ્વદેશી મેળો-2026નો ભવ્ય પ્રારંભ…

Keshodમાં સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ-2026નો ભવ્ય શુભારંભ, 50 જેટલા સ્ટોલમાં સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ Keshod: સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા, સ્વદેશી વસ્તુઓના વપરાશને વેગ આપવા અને સ્થાનિક વેપારીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે Keshodનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ-2026નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં આશરે 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં સ્વસહાય જૂથોની બહેનો, સ્થાનિક કારીગરો, સ્વદેશી ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે Keshodનગરપાલિકાનાં પ્રમુખ પ્રતીક્ષા દેવળીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાનો સ્ટાફ, પ્રતિષ્ઠિત આગેવાનો અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસને આવકાર્યો હતો. -> સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ : આ સ્વદેશી મેળાનું આયોજન…