ટીમ ઈન્ડિયાની રોમાંચક જીત: દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું, કોહલીની ઝળહળતી સદી

રાંચીમાં રમાયેલા પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવી યાદગાર જીત મેળવી. ટોસ જીતી બેટિંગ કરનાર ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 349 રન નોંધાવી દક્ષિણ આફ્રિકાને 350 રનનો કઠોર લક્ષ્યાંક આપ્યો હતો.

વિરાટ કોહલીની તડાકેદાર 52મી ODI સદી
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 102 બોલમાં પોતાની 52મી વનડે સદી ફટકારી. આ તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 83મી સદી છે.
મેચ દરમિયાન એક ચાહક સુરક્ષા ઘેરાબંધી તોડીને કોહલી તરફ દોડી આવ્યો અને તેમના પગ પર પડી ગયો. સુરક્ષા કર્મચારીઓએ તરત જ કાર્યવાહી કરતા ચાહકને મેદાનથી બહાર લઈ ગયા.

રોહિત અને રાહુલની અડધી સદીથી ઈનિંગ મજબૂત
ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલએ અડધી સદી જડતાં ટીમને મજબૂત સ્કોર તરફ ધકેલવામાં મહત્વનો ફાળો આપ્યો.
ઓપનર યશસ્વી જયસ્વાલ અને મધ્યક્રમના રુતુરાજ ગાયકવાડનો પણ ટીમને ઝડપી શરૂઆત અપાવી.

દક્ષિણ આફ્રિકાનો વખાણી શકાય એવો ચેઝ, પરંતુ 17 રનથી હાર
દક્ષિણ આફ્રિકાએ નિર્ધારપૂર્વક રન ચેઝ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય બોલરો—ખાસ કરીને અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને પ્રસીદ્ધ કૃષ્ણ—એ અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગ કરતાં મેચનો પારડો ભારત તરફ વાળ્યો.

બંને ટીમોની પ્લેઈંગ 11
ભારત:
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસીદ્ધ કૃષ્ણ.

દક્ષિણ આફ્રિકા:
રેયાન રિકલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરામ (કેપ્ટન), મેથ્યુ બ્રિટ્ઝકે, ટોની ડી જ્યોર્ગી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, પ્રેનેલન સુબ્રાયન, નાન્દ્રે બર્ગર, ઓટ્ટનીલ બાર્ટમેન.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…