તામિલનાડુ: સ્ટાલિન સરકારમાં મોટો ફેરફાર, બે મંત્રીઓના રાજીનામાં, નવા મંત્રી કાલે શપથ લેશે

તામિલનાડુમાં ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે સરકારે મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યના વીજળી અને આબકારી મંત્રી વી. સેન્થિલ બાલાજી અને વન અને ખાદી મંત્રી ડૉ. કે. પોનમુડીએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. રાજ્યપાલે તેમના રાજીનામાં સ્વીકારી લીધાં છે. અપેક્ષા છે કે નવા મંત્રીઓ કાલે શપથ ગ્રહણ કરશે.

વી. સેન્થિલ બાલાજી પર નોકરી કૌભાંડ અને મની લોન્ડરિંગના ગંભીર આરોપ છે. તેઓ પહેલા AIADMK સરકાર દરમિયાન 2011થી 2015 દરમિયાન પરિવહન મંત્રી હતા. ત્યારબાદ 2021માં ED દ્વારા તેમના વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 14 જૂન, 2023ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાલાજી વિરુદ્ધ કુલ ત્રણ FIR પણ નોંધાઈ હતી. ડૉ. કે. પોનમુડી તેમના વિવાદાસ્પદ ભાષણના કારણે વિવાદમાં આવ્યા હતા, જેના કારણે પાર્ટી પર દબાણ વધતું હતું. તેથી તેમને કેબિનેટમાંથી હટાવવાનું નક્કી થયું.

બીજી તરફ, માનો થંગરાજને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્ટીએ મંત્રાલયોમાં પણ ફેરફાર કર્યા છે. પરિવહન મંત્રી શિવશંકરને વીજળી વિભાગ સોંપવામાં આવ્યો છે. ગૃહમંત્રી મુથુસ્વામીને એક્સાઇઝ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેવી જ રીતે, મંત્રી આર.એસ. રાજકનપ્પનને વન વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. અરજદારે બાલાજી સામે આરોપો લગાવ્યા હતા

કેબિનેટમાં નવા ચહેરાની એન્ટ્રી અને હવાલાઓનું વિતરણ

મંત્રીઓના રાજીનામા બાદ મુખ્યમંત્રીએ નવા મંત્રીઓની નિમણૂક સાથે મંત્રાલયોમાં ફેરફાર પણ કર્યા છે:
માનો થંગરાજને કેબિનેટમાં સામેલ કરાયા.
એસ.એસ. શિવશંકર, પરિવહન મંત્રીને વીજળી વિભાગનો પણ હવાલો આપવામાં આવ્યો.
મુથુસ્વામી, ગૃહમંત્રીને હવે એક્સાઇઝ વિભાગનો વધારાનો હવાલો સોંપાયો.
આર.એસ. રાજકનપ્પનને વન વિભાગનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

Related Posts

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન: સંગીત સાથે બિઝનેસ દુનિયામાં પણ છોડી આગવી ઓળખ

ભારતીય સંગીત જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે નિધન થયું છે. તેમની વિદાયથી બોલિવૂડ સહિત સમગ્ર સંગીત જગતમાં…

3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ: RFID કાર્ડ, વીમા અને નવી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે નોંધણી 15 એપ્રિલથી

જમ્મુ-કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા માટે આ વર્ષની તારીખો જાહેર કરવામાં આવી છે. યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 28 ઓગસ્ટ સુધી ચાલશે, જે કુલ 57 દિવસની રહેશે. શ્રાઈન બોર્ડની બેઠક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *