પાકિસ્તાની આર્મી પર તૂટી પડ્યાં તાલિબાન લડાકૂઓ: 12 સૈનિકોની હત્યા, અફઘાને અનેક ચોકીઓ પર કબજો કર્યો

દક્ષિણ એશિયામાં તણાવ ઘેરાવાની ઘડી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં તાજેતરના હુમલામાં તાલિબાન દળોએ 12 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અફઘાન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે.

તાલિબાનના લડાકૂઓએ પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓ ઉપર હુમલો કરીને નિયંત્રણ મેળવ્યું છે. કાબુલ નજીક પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબમાં, અફઘાને આ પગલાં લીધા હોવાનો પણ દાવો છે.

અફઘાન દળોની કાર્યવાહી: કડક અને હિંસાત્મક જવાબ
અફઘાન રક્ષા મંત્રાલય મુજબ, અફઘાન દળોએ કુનાર અને હેલમંડ પ્રદેશની સરહદે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તોડફોડ કરી છે. બહરમચા જિલ્લામાં સ્થિત શકીઝ, બીબી જાની અને સાલેહાન વિસ્તારોમાં ભારેલી તોફાની લડાઈ ચાલી રહી છે, જે હવે પક્તિયા પ્રાંત સુધી ફેલાઈ ગઈ છે. “આ કાર્યવાહી પાકિસ્તાનના હવાઈ હુમલાનો જવાબ છે. અફઘાનિસ્તાનની જમીનનું રક્ષણ કરવાની અમે કसम ખાધી છે,” – અફઘાન રક્ષા મંત્રાલય

હવાઈ હુમલાનો બદલો?
ઘટનાક્રમ મુજબ, થોડા દિવસ પહેલા પાકિસ્તાને કાબુલ નજીક હવાઈ હુમલો કર્યો હોવાનો આરોપ અફઘાનિસ્તાન દ્વારા લગાવવામાં આવ્યો હતો. જોકે પાકિસ્તાને હજુ સુધી આ હવાઈ હુમલાની પુષ્ટિ કરી નથી. 201 ખાલિદ બિન વાલિદ કોર્પ્સ એ કહ્યું કે તેમણે “નંગરહાર અને કુનાર” ખાતે પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી જવાબ આપ્યો છે.

પાકિસ્તાનની જવાબી કાર્યવાહી
પાકિસ્તાની સેનાએ પણ પોતાના સત્તાવાર મીડિયા હેન્ડલ દ્વારા કેટલાક ફોટા અને વિડિઓઝ જાહેર કર્યા છે, જેમાં તેઓએ દાવો કર્યો કે અફઘાન સેનાની 5થી વધુ ચોકીઓ નશ્ત કરી દેવામાં આવી છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર:
– 3 સૈનિકો માર્યા ગયા
– 5 ઘાયલ થયા
જવાબી તોપમાર અને હુમલાની કામગીરી ચાલુ છે

તણાવ વધ્યો, યુદ્ધ સંકેત તેજ
અફઘાનિસ્તાને જે રીતે “ડ્યુરન્ડ લાઇન” (અફઘાન-પાક સરહદ) પાસેની ચોકીઓ કબજે કરવાનો દાવો કર્યો છે, તે દ્વિપક્ષીય યુદ્ધનો સંકેત આપી રહ્યું છે. બંને દેશોએ સરહદી વિસ્તારોમાં સેનાનો જમાવડો વધાર્યો છે અને હાઇ એલર્ટ જાહેર કર્યો છે.

આ ઘટનાઓ દક્ષિણ એશિયામાં સ્થિરતા માટે ચિંતાજનક છે. તાલિબાન સરકારના અણધાર્યા પ્રતિસાદો અને પાકિસ્તાન તરફથી સતત દાવો અને જવાબ વચ્ચે હવે કૂટનૈતિક દ્રષ્ટિકોણ નહીં, પણ સૈનિક પગલાં વધુ જોવા મળી રહ્યા છે.

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…