હાલોલમાં સ્માર્ટ મીટરનો કહેર: ખેડૂતને 15 દિવસનું ₹50,000નું બિલ, ગ્રામજનોમાં હડકંપ

પંચમહાલ જિલ્લાના હાલોલ ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થતા જ ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. આ દરમિયાન ટાઢોડીયા ગામમાં સામે આવેલો એક ચોંકાવનારો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક ખેડૂત નારણ બારીયાને માત્ર 15 દિવસનું વીજબિલ ₹50,000 આવવાથી સમગ્ર ગામમાં ચકચાર મચી છે.

સામાન્ય રીતે બે મહિનાનું મોટામાં મોટું ₹1,000 જેટલું બિલ આવતું હોય છે, પરંતુ સ્માર્ટ મીટર લગાડ્યા બાદ આવું અતિશય બિલ આવતા ખેડૂત સ્તબ્ધ રહી ગયા છે. ખેડૂત કહે છે કે એક વર્ષનું કુલ બિલ પણ આટલું નથી આવતું, તો ફક્ત પંદર દિવસનું જ આટલું બિલ કેવી રીતે આવી શકે?

5 ઑક્ટોબરે મીટર બદલાયું
5 ઑક્ટોબરે તેમનું જૂનું મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું. બધું સામાન્ય ચાલતું હતું, પરંતુ 17 ઑક્ટોબરે તેમના મોબાઇલ પર આવેલા મેસેજે તેમને હચમચાવી દીધા. સિસ્ટમમાં દર્શાવવામાં આવેલું બિલ ₹50,020.31 ઑનલાઇન ચેક કરતાં પણ એ જ રકમ આવતા તેમની ચિંતા વધતી ગઈ.

પહેલાથી જ નુકસાન, ઉપરથી આ બિલ
કડક હવામાન અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો પહેલેથી જ આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા છે. પાકને પડેલા નુકસાન પછી વીજ કંપની તરફથી મળેલું આટલું ઊંચું બિલ તેમના માટે પડ્યા પર પાટું સાબિત થયું છે. નારણભાઈએ જણાવ્યું કે હવે તો ઝેર ખાવાની સ્થિતિ આવી ગઈ છે.

MGVCL સામે રજૂઆત, છતાં કોઈ ઉકેલ નહીં
આ ઘટના ટેક્નિકલ ખામી છે, કે બિલિંગમાં કોઈ ભૂલ—તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ખેડૂત નારણભાઈએ MGVCL ખાતે બિલની વિગતવાર તપાસ કરવાની અરજી કરી છે. ગામમાં અન્ય રહેવાસીઓએ પણ સ્માર્ટ મીટર પ્રત્યે ઉચાટ વ્યક્ત કર્યો છે, અને બિલિંગ સિસ્ટમ પારદર્શક બનાવવા માંગ ઉઠી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

AI Camera:અમદાવાદમાં Navratri 2026 માટે Police Alert: ગરબા ગ્રાઉન્ડ પર નજર, મહિલાઓની સુરક્ષા માટે ખાસ એક્શન Masterplan

AI Camera  અમદાવાદમાં નવરાત્રિ પહેલાં પોલીસ એલર્ટ, AI કેમેરાથી ગરબા ગ્રાઉન્ડની ક્ષમતા પર નજર AI Camera અમદાવાદ: નવરાત્રિ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખેલૈયાઓ અને ગરબા આયોજકોની સુરક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન શહેરમાં મોટી સંખ્યામાં લોકો ગરબા ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટ, ક્લબ અને અન્ય સ્થળોએ એકત્ર થતા હોવાથી ભીડ વ્યવસ્થાપન પોલીસ માટે મહત્વપૂર્ણ મુદ્દો બની રહે છે. આ વર્ષે ખાસ કરીને ટેક્નોલોજીના ઉપયોગથી ભીડ પર નજર રાખવા અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ, ગરબા આયોજકો અને ફાયર વિભાગ વચ્ચે યોજાયેલી સંકલન બેઠકમાં સુરક્ષા, ટ્રાફિક, ફાયર સેફ્ટી અને ખેલૈયાઓની સલામતી સહિતના મુદ્દાઓ પર ચર્ચા…

Angan Milan Seva Utsav Bopal Ahmedabad 2026: આંગણવાડી-૬ માં ભૂલકાંઓ વચ્ચે CM.. Nurturing..

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Bopal આંગણવાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, બાળકો સાથે કર્યો સહજ સંવાદ Bopal વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે અમદાવાદના Bopal ખાતે આવેલી આંગણવાડીમાં ‘આંગણ મિલન સેવા’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોત્સાહક ઉપસ્થિતિ આપી બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને આંગણવાડીની કામગીરી તથા બાળકોને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. Bopal સ્થિત આંગણવાડી-6 ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા 6 માસથી 3 વર્ષ સુધીની…