PMમોદીની AI CEOs અને નિષ્ણાંતો સાથે બેઠક, India-AI ઈમ્પેક્ટ સમિટને લઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારના સમયે લોક કલ્યાણ માર્ગ પર પોતાના નિવાસસ્થાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં કાર્યરત CEOs અને નિષ્ણાતો સાથે ઊંચા સ્તરીય બેઠક યોજી. આ બેઠકનો ઉદ્દેશ ફેબ્રુઆરીમાં યોજાનારી India-AI ઈમ્પેક્ટ સમિટ માટે તૈયારી, AIમાં વ્યૂહાત્મક સહયોગ વધારવો અને ભારતના AI મિશનના લક્ષ્યોને ઝડપી રીતે આગળ વધારવો હતો.

નવી ટેકનોલોજીના અસરકારક ઉપયોગ પર ભાર
બેઠક દરમિયાન CEOsએ ભારતને વૈશ્વિક સ્તરે AIમાં મોખરે મૂકવા માટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી અને આત્મનિર્ભર બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ નવા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અપનાવવાની અને તે દેશના વિકાસ માટે અસરકારક રીતે ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેઓએ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનું પણ આહ્વાન કર્યું.

PM મોદીની અપીલ
વડાપ્રધાએ તમામ વ્યક્તિઓ અને કંપનીઓને સમિટનો સંપૂર્ણ લાભ લેવા, નવી તકો શોધવા અને વિકાસને વેગ આપવા વિનંતી કરી. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત UPI દ્વારા વિશ્વને ટેકનોલોજીકલ કુશળતા બતાવી ચુક્યું છે, અને AI ક્ષેત્રમાં પણ આવા જ સિદ્ધિઓ શક્ય છે.

તેમણે ડેટા અને ટેકનોલોજીનો લોકશાહીકરણ, AIના નૈતિક ઉપયોગ અને AI પ્રતિભા વિકાસ પર ભાર મૂક્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતનું AI ઈકોસિસ્ટમ દેશના મૂલ્યો અને ચારિત્ર્યને પ્રતિબિંબિત કરવું જોઈએ અને પારદર્શક, સુરક્ષિત અને ન્યાયી હોવું જરૂરી છે.

મોટી કંપનીઓ અને નિષ્ણાતો હાજર
ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક, ઝોહો કોર્પોરેશન, એલટીઆઈ માઇન્ડટ્રી, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ, અદાણીકોનેએક્સ, નેક્સ્ટ્રા ડેટા અને નેટવેબ ટેકનોલોજીના CEOs હાજર રહ્યા. તેમજ IIT હૈદરાબાદ, IIT મદ્રાસ અને IIT બોમ્બેના નિષ્ણાતો પણ હાજર રહ્યા. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ ચર્ચામાં જોડાયા.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ, ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર

કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત…

અમેરિકાએ ઇઝરાયલ અને સાઉદી અરેબિયાને અબજો ડોલરના શસ્ત્રો વેચવાના સોદાને આપી મંજૂરી, મધ્ય પૂર્વમાં વધ્યો તણાવ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઇઝરાયલ અને આરબ વિશ્વને અબજો ડોલરના શસ્ત્રો વેચવાના સોદાઓને મંજૂરી આપી છે, જેના કારણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવમાં વધુ વધારો થવાની આશંકા છે. ટ્રમ્પે…