કોલકાતામાં જ્યાં EDની રેડ થઈ ત્યાં મમતા બેનર્જી પહોંચ્યા, નારાજગી વ્યક્ત કરતાં કહ્યું – TMCના દસ્તાવેજો ઉઠાવી ગયા

કોલકાતા:
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે ED દ્વારા તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના મહત્વના દસ્તાવેજો અને ડેટા શીટ્સ કબ્જામાં લેવામાં આવ્યા છે.

મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહ પર પણ પ્રહાર કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર રાજકીય બદલો લેવાના ઇરાદાથી તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, “જો હું પણ ભાજપના પાર્ટી ઓફિસમાં રેડ પાડું તો શું થશે?”

મુખ્યમંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં SIR પ્રક્રિયા મારફતે મતદારોના નામ યાદીમાંથી ડિલીટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ લોકશાહીને નુકસાન પહોંચાડવાની કોશિશ છે.

ઉલ્લેખનીય છે કે ફર્જી સરકારી નોકરી કૌભાંડ મામલે EDની ટીમે કોલકાતાના 15 સ્થળોએ રેડ કરી હતી. આ દરમિયાન મમતા બેનર્જી ખુદ IPACના સેક્ટર-5 સ્થિત ઓફિસે પહોંચ્યા હતા.

પાર્ટી ઓફિસમાં પહોંચ્યા બાદ મમતા બેનર્જીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે કોઈ પાર્ટીના હાર્ડ ડિસ્ક, ઉમેદવારોની યાદી, પાર્ટીની રણનીતિ અને આયોજન કેવી રીતે લઈ શકાય? શું આ બધું EDની ફરજમાં આવે છે? તેમણે આરોપ લગાવ્યો કે તપાસના નામે પાર્ટી સંબંધિત ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

મમતા બેનર્જીના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે અને કેન્દ્ર–રાજ્ય વચ્ચેનો તણાવ વધુ વધી ગયો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

    વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…

    કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે સરકારનો મોટો નિર્ણય, રાજ્યોને મળશે 10 ટકા વધારાનો LPG ક્વોટા

    કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની સીધી અસર વ્યવસાયો અને ગ્રાહકો બંને પર પડી શકે છે. સરકારે રાજ્યોને વધારાનો 10% LPG ક્વોટા આપવાનો નિર્ણય…