ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ લેબનોનમાં મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. IDFએ રવિવારે જાહેરાત કરી છે કે શનિવારે દક્ષિણ લેબનોનના મજદલ સેલમ વિસ્તારમાં ટાર્ગેટેડ હુમલામાં હિઝબુલ્લાહના કુખ્યાત ‘રાદવાન ફોર્સ’ના સ્પેશિયલ ફોર્સ કમાન્ડર અબુ ખલીલ બરજીને ઠાર કરવામાં આવ્યો છે.
અબુ ખલીલ બરજી કોણ હતો?
બરજી હિઝબુલ્લાહના સૌથી શક્તિશાળી યુનિટ ‘રાદવાન ફોર્સ’ના સ્પેશિયલ ફોર્સીસનો કમાન્ડર હતો. ઘણા વર્ષોથી આ સંગઠનમાં સક્રિય રહેતા બરજીનું યુનિટ મુખ્યત્વે ઈઝરાયલી સૈનિકો પર હુમલાઓ માટે જવાબદાર હતું.
IDFના જણાવ્યા પ્રમાણે તાજી સૈન્ય કાર્યવાહી:
મજદલ સેલ્મ વિસ્તારમાં હુમલામાં બરજી સહિત અન્ય બે આતંકીઓ ઠાર થયા. રવિવારે વહેલી સવારે લેબનોનમાં હિઝબુલ્લાહના અનેક અડ્ડાઓ પર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી, જેમાં 10થી વધુ આતંકવાદીઓ ઠાર થયા. હુમલામાં આતંકીઓના અડ્ડાઓ પરથી રોકેટ સહિત મોટા પ્રમાણમાં હથિયારો પણ મેળવાયા. આ હથિયારોનો ઉપયોગ ઈઝરાયલ પર હુમલો કરવા માટે થતો હતો.
લેબનોનમાં ઈઝરાયલનું ગ્રાઉન્ડ ઓપરેશન:
શનિવારે દક્ષિણ લેબનોનમાં ગિવાતી બ્રિગેડના જવાનો હિઝબુલ્લાહના આતંકીઓ સાથે અથડાયા. ગોળીબારમાં એક આતંકી ઠાર થયો, જ્યારે અન્ય આતંકીઓને એર સ્ટ્રાઈક અને ટેન્કના ફાયરિંગથી નષ્ટ કરવામાં આવ્યા. IDFના જણાવ્યા અનુસાર, આ સૈન્ય કાર્યવાહી દરમિયાન ઈઝરાયલના પક્ષે કોઈ જાનહાનિ થઈ નથી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





