‘ભારતની વિદેશ નીતિ હવે વ્યક્તિગત બની ગઈ’, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ભારતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર આકરા સવાલો ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે ભારતની વિદેશ નીતિ હવે નરેન્દ્ર મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ છે. તેમણે કહ્યું કે, “ભારતની વિદેશ નીતિ હવે મજાક બની ગઈ છે અને દુનિયા તેને ગંભીરતાથી લેતી નથી.”

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રભાવ હેઠળ કાર્ય કરી રહ્યા છે. “ટ્રમ્પને ખબર હોય છે કે પીએમ મોદી શું કરશે અને શું નહીં,” એમ રાહુલ ગાંધીએ કહ્યું.

રાહુલ ગાંધીએ ચેતવણી આપતા જણાવ્યું કે વડાપ્રધાનની નબળી સ્થિતિ દેશની વિદેશ નીતિને પણ અસર કરી શકે છે. તેમણે સંસદમાં આપેલા વડાપ્રધાનના ભાષણને ‘અર્થહીન’ ગણાવ્યું અને કહ્યું કે તેમાં કોઈ સ્પષ્ટ દિશા કે વલણ દેખાતું નથી.

તેમણે એ પણ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિના કારણે સામાન્ય નાગરિકોને એલપીજી અને પેટ્રોલના વધતા ભાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તેમણે કોરોના સંદર્ભે સરકારના દાવાઓ પર પણ સવાલો ઉઠાવ્યા.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ કેરળમાં કાર્યક્રમ હોવાના કારણે સર્વપક્ષીય બેઠકમાં હાજર રહી શકશે નહીં. તેમણે બેઠકની પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા અને સરકાર પર આરોપ મૂક્યો કે તે દેશ અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેતી નથી.

બીજી તરફ, Narendra Modiએ રાજ્યસભામાં સંબોધન દરમિયાન જણાવ્યું કે ભારત પશ્ચિમ એશિયાના તમામ દેશો સાથે સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું કે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સાથે ચર્ચા ચાલુ છે અને હોર્મુઝ જળમાર્ગ ખૂલ્યો રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે ભારતે કોમર્શિયલ જહાજો પર થતા હુમલાઓનો વિરોધ કર્યો છે અને યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો તેના ગંભીર વૈશ્વિક અસર થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે ભારત પોતાના વેપાર અને સુરક્ષા માટે લાંબા ગાળાની તૈયારી પણ કરી રહ્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

યુદ્ધ વચ્ચે ઇન્ડોનેશિયાનો અમેરિકાને ઝટકો, ‘1 અબજ ડોલર નહીં આપીએ’

ગાઝા યુદ્ધને લઈને આંતરરાષ્ટ્રીય રાજકારણ વધુ ગરમાયું છે. આ દરમિયાન વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાએ અમેરિકાને મોટો રાજકીય સંદેશ આપ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા…

CM ભૂપેન્દ્ર પટેલે ઇંધણ પુરવઠાની કરી સમીક્ષા, અફવાઓથી દૂર રહેવા અપીલ

ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં ઇંધણની ઉપલબ્ધતા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ જિલ્લાનાં કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ,…