1 મેે સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની ભવ્ય ઉજવણી, મોટરસાયકલ સ્ટંટ બનશે આકર્ષણનું કેન્દ્ર

સુરત શહેરમાં 1 મે, 2026ના રોજ ગુજરાત ગૌરવ દિન ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ અંતર્ગત વી.આર. મોલ, Y જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય પોલીસ પરેડ યોજાશે. આ પરેડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી સહિત અનેક અગ્રણીઓ હાજરી આપશે.

પરેડના મુખ્ય આકર્ષણોમાં માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાહસિક મોટરસાયકલ સ્ટંટ શૉનો સમાવેશ થાય છે, જે લોકોને ખાસ આકર્ષિત કરશે. નાગરિકો મોટી સંખ્યામાં કાર્યક્રમ નિહાળી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ ઉપરાંત, રાત્રે 8 વાગ્યે ડુમસ સી-ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં 250થી વધુ કલાકારો ભાગ લેશે. લાઈટ અને સાઉન્ડના આકર્ષક સંયોજન સાથે સુરતના ઈતિહાસથી લઈને આધુનિક વિકાસ સુધીની સફર નાટ્યરૂપે રજૂ કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ મેળવનાર પ્રતિભાશાળી વ્યક્તિઓનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે. સાથે જ ‘વિકાસ વાટિકા’ અને ‘કોફી ટેબલ’ બુકનું વિમોચન પણ કરવામાં આવશે, જે સુરત જિલ્લાના વિકાસને ઉજાગર કરે છે.

શહેરમાં આ પ્રસંગે સરકારી તેમજ ઐતિહાસિક ઇમારતોને આકર્ષક લાઈટિંગથી શણગારવામાં આવી છે, જેના કારણે સમગ્ર સુરતમાં ઉત્સવમય માહોલ છવાયો છે. ગુજરાત ગૌરવ દિનની આ ઉજવણી શહેર માટે યાદગાર બનવાની સંભાવના છે.

 

 

  • Related Posts

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…