સાબરમતી રિવરફ્રન્ટ પરથી ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’નો ભવ્ય પ્રારંભ: પ્રથમ દિવસે જ અંદાજીત 68 ટન કચરો દૂર કરાયો

અમદાવાદ: અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીને એકદમ સ્વચ્છ, સુંદર અને પ્રદૂષણ મુક્ત કરવાના મક્કમ સંકલ્પ સાથે એક મેગા ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’નો અત્યંત ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ મહાઅભિયાનના પ્રથમ દિવસે જ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રિવરફ્રન્ટ પર જાતે પહોંચીને, હાથમાં ઝાડુ પકડી શ્રમદાન કર્યું હતું અને શહેરના નાગરિકોને એક મોટો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે રાજ્યમંત્રી દર્શના વાઘેલા પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ ઝુંબેશમાં સક્રિયપણે સહભાગી થયા હતા.

🗓️ આગામી 5 જૂન સુધી અવિરત ચાલશે સફાઈ યજ્ઞ

તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાબરમતી નદીના કિનારે શરૂ થયેલું આ વિશેષ મહાઅભિયાન આગામી 5 જૂન સુધી સતત ચાલવાનું છે. આ દિવસો દરમિયાન નદી અને તેની આસપાસના સમગ્ર પરિસરને સંપૂર્ણપણે પ્લાસ્ટિક અને કચરા મુક્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્યના પ્રથમ દિવસે જ તંત્ર અને જનતાના સહિયારા પ્રયાસોથી અંદાજીત 68 ટન જેટલો કચરો એકઠો કરીને નદી કિનારેથી દૂર કરવામાં આવ્યો હતો, જે આ અભિયાનની સફળતાની મોટી સાબિતી છે.

🗣️ “વ્યવસ્થા સરકાર આપશે, પણ સ્વભાવ નાગરિકે પોતે કેળવવો પડશે” – મંત્રી ઋષિકેશ પટેલ

આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત પ્રત્યેના વિઝન અને આગ્રહને યાદ કર્યો હતો. તેમણે કાર્યક્રમમાં હાજર મેદનીને સંબોધતા એક ખૂબ જ મહત્વની વાત કહી હતી. મંત્રી જણાવ્યું કે, “સ્વચ્છતા માટેની તમામ આધુનિક વ્યવસ્થાઓ સરકાર ચોક્કસ ઊભી કરી શકે છે, પરંતુ તેને જાળવી રાખવાનો સ્વભાવ તો દરેક નાગરિકે જાતે જ કેળવવો પડશે.”

તેમણે ઉમેર્યું કે સ્વચ્છતા એ માત્ર દેખાડો નથી, પરંતુ તે સીધી રીતે લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે જોડાયેલી બાબત છે, તેથી તેને રોજિંદી આદત બનાવવી ખૂબ જ જરૂરી છે. આગામી દિવસોમાં આ પ્રકારના મહાઅભિયાન માત્ર શહેરો પૂરતા સીમિત ન રહેતા, ગ્રામ્ય સ્તરથી લઈને તમામ મહાનગરો સુધી વ્યાપક સ્તરે આયોજિત કરવામાં આવશે.

🤝 વહીવટી તંત્ર, રાજકીય પદાધિકારીઓ અને જનતાનો ત્રિવેણી સંગમ

સાબરમતીના કિનારે યોજાયેલા આ કાર્યક્રમમાં આખું અમદાવાદ એકતાના તાંતણે બંધાયેલું જોવા મળ્યું હતું. આ મહાઅભિયાનમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિત શહેરના વિવિધ વિસ્તારના ધરાસ્ભ્યો અને કાઉન્સિલરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રાજકીય નેતાઓની સાથે વહીવટી તંત્રના વડા એવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન  આઈ.પી.ગૌતમ સહિતના તમામ ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓએ પણ જમીન પર ઉતરીને પ્રત્યક્ષ શ્રમદાન કર્યું હતું અને કચરો સાફ કર્યો હતો.

🌟 યુવાનો, શૈક્ષણિક સંસ્થાઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ બન્યા સહભાગી

આ અભિયાનની સૌથી મોટી અને આકર્ષક બાબત એ રહી કે તેમાં જનભાગીદારી ખૂબ જ બહોળા પ્રમાણમાં જોવા મળી હતી. અમદાવાદના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, અગ્રણી એન.જી.ઓ. (NGOs), વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કોર્પોરેટ કંપનીઓના કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, પોલીસ જવાનો અને સ્થાનિક સફાઈ કામદારોએ સાથે મળીને ખભેખભા મિલાવીને કામ કર્યું હતું. કાર્યક્રમના અંત ભાગમાં ત્યાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને હજારો નાગરિકોએ એકસાથે મળીને અમદાવાદ શહેર અને સાબરમતી નદીને સદાય સ્વચ્છ રાખવા માટેના પવિત્ર શપથ અને પ્રતિજ્ઞા લીધા હતા.

  • Related Posts

    Winhero Casino: Γρήγορα Κέρδη και Mobile Play για Άμεσες Απολαύσεις

    Φανταστείτε αυτό: στέκεστε στη σειρά στο καφέ, η μηχανή espresso βουίζει γύρω σας, και βγάζετε το τηλέφωνό σας για να ελέγξετε ένα γρήγορο slot tick‑tock που θα μπορούσε να μετατρέψει…

    Test Post Created

    Test Post Created