લાખો કર્મચારીઓ માટે ખુશખબર! કેન્દ્ર સરકાર દ્વારા 8મું પગાર પંચ (8th Pay Commission) 1 જાન્યુઆરી 2026થી અમલમાં મુકવા સંબંધી જાહેરાત કરી છે. આ પગાર પંચ લાગુ થતા કેન્દ્રના તમામ કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં નોંધપાત્ર વધારો થશે. વેતન વધારાનું પ્રમાણ 20% થી 35% સુધી ગણવામાં આવી રહ્યું છે, જે ફિટમેન્ટ ફેક્ટર 2.4 થી 3%ના અંદાજ પર આધારિત છે.
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર માપદંડ અનુસાર કેટલો વધારો થઈ શકે છે તેની સંભાવના નીચે મુજબ છે:
કર્મચારી પેઢી મુજબ વધારાનો અંદાજ
– લેવલ 1 (એન્ટ્રી લેવલ / ગ્રુપ D): વર્તમાન પગાર 18,000 → વધેલો પગાર 38,700 (20,700 નો વધારો)
– લેવલ 5 (ગ્રુપ C): વર્તમાન પગાર 29,200 → વધેલો પગાર 62,780 (33,580 નો વધારો)
– લેવલ 10 (ગ્રુપ B): વર્તમાન પગાર 56,100 → વધેલો પગાર 1,20,615 (64,515 નો વધારો)
– લેવલ 15 (ગ્રુપ A): વર્તમાન પગાર 1,82,200 → વધેલો પગાર 3,91,730 (2,09,530 નો વધારો)
– લેવલ 18 (ગ્રુપ A): વર્તમાન પગાર 2,50,000 → વધેલો પગાર 5,37,500 (2,87,500 નો વધારો)
આ પગારપંચનો લાભ લગભગ 50 લાખ કેન્દ્ર કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને થશે. પ્રથમ પગાર વધારો 2028થી લાગુ પડશે, પરંતુ ગણતરી 1 જાન્યુઆરી 2026થી ગણવામાં આવશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





