ભારતીય સિનેમામાં એક નવો ઈતિહાસ રચાયો છે. Dhurandhar ફિલ્મ ફ્રેન્ચાઈઝીએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતાં વિશ્વભરમાં 3000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરીને દેશની પ્રથમ એવી ફિલ્મ સીરિઝ બની છે જેણે આ આંકડો પાર કર્યો છે.
3000 કરોડ પાર કરનાર પ્રથમ ભારતીય ફ્રેન્ચાઈઝી
Jio Studios અને B62 Studiosના બેનર હેઠળ બનેલી આ સીરિઝને જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર દ્વારા નિર્મિત કરવામાં આવી છે. ફિલ્મની સફળતાએ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે.
બંને ફિલ્મો 1000 કરોડ ક્લબમાં
આ ફ્રેન્ચાઈઝીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના બંને ભાગોએ વ્યક્તિગત રીતે 1000 કરોડનો આંકડો પાર કર્યો છે.
Dhurandhar 1: રિલીઝ થતાં જ ધમાકેદાર શરૂઆત કરી અને લગભગ 1300 કરોડ રૂપિયાની કમાણી કરી.
Dhurandhar 2: પહેલા ભાગ પછી માત્ર ચાર મહિનામાં રિલીઝ થયેલી આ ફિલ્મે 1712 કરોડ રૂપિયાનો વૈશ્વિક કલેક્શન કર્યો.
Ranveer Singhનો મોટો રેકોર્ડ
‘ધુરંધર 2’એ હિન્દીમાં 1000 કરોડ નેટ કલેક્શન પાર કરીને નવો ઈતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ મેળવનારી તે ભારતની પ્રથમ ફિલ્મ બની છે.
અન્ય ફ્રેન્ચાઈઝીથી આગળ
ભારતીય સિનેમાની જાણીતી ફ્રેન્ચાઈઝી સાથે સરખામણી કરીએ તો:
Baahubali (પાર્ટ 1 + 2): અંદાજે 2400 કરોડ
KGF (પાર્ટ 1 + 2): અંદાજે 1500 કરોડ
ધુરંધર (પાર્ટ 1 + 2): 3000 કરોડથી વધુ
વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાની છાપ
આ ભવ્ય સફળતા આદિત્ય ધરના દમદાર નિર્દેશન અને મજબૂત સ્ટોરીટેલિંગનું પરિણામ માનવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે, આ ફ્રેન્ચાઈઝી બતાવે છે કે ભારતીય દર્શકો હવે મોટા બજેટ અને ઉચ્ચ ગુણવત્તાવાળી એક્શન ફિલ્મોને વધાવી રહ્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





