બેન્જામિન નેતન્યાહુ હોસ્પિટલમાં દાખલ!, આરોગ્ય અંગે ચિંતા વધીઃ ઇઝરાયલમાં ચર્ચા તેજ

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને સોમવારે સાંજે જેરૂસલેમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ બાદ વડાપ્રધાન કાર્યાલયે પણ તેમના હોસ્પિટલમાં દાખલ થવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમને હદસાહ ઐન કેરેમ મેડિકલ સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

દાંતની તકલીફ માટે સારવાર
પ્રાથમિક માહિતી અનુસાર વડાપ્રધાન નેતન્યાહૂને દાંત સંબંધિત તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોની ટીમ તેમની હાલત પર સતત નજર રાખી રહી છે.

76 વર્ષની ઉંમરે આરોગ્ય પર નજર
76 વર્ષીય બેન્જામિન નેતન્યાહુની તંદુરસ્તી છેલ્લા કેટલાક વર્ષોમાં વારંવાર ચર્ચામાં રહી છે. અગાઉ પણ તેમને અલગ અલગ તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ કારણે હવે તેમના આરોગ્ય અંગે ઇઝરાયલમાં ફરી ચર્ચા અને ચિંતા શરૂ થઈ છે.

સરકારની માહિતી અને અટકળો વચ્ચે તફાવત
સત્તાવાર નિવેદન મુજબ આ ઘટના સામાન્ય તબીબી સારવાર સાથે સંબંધિત છે, પરંતુ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તેમના આરોગ્યને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ટીકાકારોનું કહેવું છે કે સરકાર વડાપ્રધાનના આરોગ્ય અંગે પૂરતી પારદર્શિતા નથી રાખતી.

અગાઉ પણ થયું હતું ટ્રીટમેન્ટ
ગયા મહિને બેન્જામિન નેતન્યાહુએ પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમને પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં કેન્સરસ ટ્યુમર માટે રેડિયેશન થેરાપી આપવામાં આવી હતી. તેમણે તે સમયે કહ્યું હતું કે સારવારની માહિતી મોડેથી જાહેર કરવાનો નિર્ણય સુરક્ષા કારણોસર લેવામાં આવ્યો હતો, કારણ કે ઇરાન જેવા દેશો તેનો દુરૂપયોગ કરી શકે છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને વધુ માહિતી માટે સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે.

 

 

 

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…