ઉનાળાની રજાઓ પહેલાં હવાઈ મુસાફરી મોંઘી, ફ્લાઈટ ભાડામાં 50% સુધીનો વધારો

ઉનાળાની રજાઓ નજીક આવતા પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરી હવે વધુ ખર્ચાળ બની રહી છે. દેશી અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર ફ્લાઈટના ભાડામાં 40 થી 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જેટ ફ્યુઅલના વધી રહેલા ભાવ અને એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ ક્ષમતામાં ઘટાડો થવાને કારણે મુસાફરોના ટ્રાવેલ બજેટ પર સીધી અસર પડી રહી છે.

રિપોર્ટ મુજબ દિલ્હીથી લેહ જતી ફ્લાઈટના ભાડામાં વાર્ષિક ધોરણે આશરે 74 ટકાનો વધારો થયો છે. શ્રીનગર અને શિમલા જેવા હિલ સ્ટેશનો માટેની ટિકિટો પણ 60 થી 68 ટકા સુધી મોંઘી થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે લંડન અને પેરિસ માટેની ફ્લાઈટના ભાડામાં 53 ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે થાઈલેન્ડ, સિંગાપોર અને અન્ય લોકપ્રિય પ્રવાસન સ્થળો માટેના ભાડામાં પણ ભારે વધારો થયો છે.

એવિએશન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જેટ ફ્યુઅલની કિંમતોમાં થયેલો મોટો વધારો આ પરિસ્થિતિ માટે મુખ્ય કારણ છે. પશ્ચિમ એશિયામાં વધેલા ભૂરાજકીય તણાવને કારણે ઘણી ફ્લાઈટ્સને લાંબા રૂટ પરથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે ઇંધણ ખર્ચ વધી રહ્યો છે. સાથે જ કેટલીક મોટી એરલાઈન્સે ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કર્યો છે, જેના કારણે માંગ સામે સપ્લાય ઓછી થતાં ભાડા વધુ વધી રહ્યા છે.

મોંઘા એરફેરના કારણે હવે ભારતીય પ્રવાસીઓ પણ પોતાના પ્રવાસના ડેસ્ટિનેશન બદલતા જોવા મળી રહ્યા છે. યુરોપ અને અમેરિકા જેવા ખર્ચાળ સ્થળોને બદલે લોકો હવે વિયેતનામ, શ્રીલંકા, નેપાળ અને મલેશિયા જેવા બજેટ-ફ્રેન્ડલી દેશોને વધુ પસંદ કરી રહ્યા છે. ઘરેલુ પર્યટનમાં પણ ઋષિકેશ, કુર્ગ અને શિલોંગ જેવા સ્થળો માટે એડવાન્સ બુકિંગમાં વધારો નોંધાયો છે.

 

 

  • Related Posts

    2026 પંજાબ ભાજપ અકાલી દળ ગઠબંધન : ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી થશે? પીએમ મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ

    પીએમ નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ-અકાલી દળના ગઠબંધનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ અને તેની રાજકીય અસર. ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી શરૂ થશે? પીએમ મોદી-સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારની અટકળો તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ અને અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. બંને પક્ષ તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર રાજકીય જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એક સમય…

    6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનતથી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળા 2026 Exquisite Art.

    ₹6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનત પછી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળાનો અજોડ નમૂનો પટોળું  ગુજરાતના વિશ્વવિખ્યાત પાટણના પટોળાની બનાવટ, કિંમત, કારીગરોની મહેનત અને તેની વૈશ્વિક ઓળખ વિશે જાણો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ પટોળું ભેટમાં આપ્યું હતું. ગુજરાતની ધરતી પર જન્મેલી અનેક પરંપરાગત કલાઓમાં પાટણનું પટોળું (Patan Patola) વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેની અદભૂત ડિઝાઇન, સૂક્ષ્મ કારીગરી અને અનોખી વણાટ પદ્ધતિને કારણે પટોળું માત્ર એક સાડી નથી, પરંતુ ભારતીય હસ્તકળાનું જીવંત પ્રતીક છે. આજે પણ એક અસલી પટોળાની કિંમત લાખોમાં પહોંચી શકે છે. કેટલીક વિશેષ ડિઝાઇનવાળી પટોળા સાડીની કિંમત ₹6 લાખ કે તેથી વધુ પણ હોઈ શકે છે. પાટણના પટોળાની વૈશ્વિક લોકપ્રિયતાનો અંદાજ એ…