33 વર્ષ બાદ ગુજરાતને ફરી ‘ટાઈગર સ્ટેટ’(‘Tiger State’)નો દરજ્જો વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે રાજ્યની ઐતિહાસિક સિદ્ધિ

રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA) દ્વારા ગુજરાતને ફરી એકવાર ‘ટાઈગર સ્ટેટ’ (‘Tiger State’)જાહેર કરવામાં આવ્યું છે. આશરે 33 વર્ષ બાદ ગુજરાતને આ ગૌરવ મળ્યું છે, જેને રાજ્યના વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

છેલ્લા 9 મહિનાથી ગુજરાતમાં એક વાઘ સ્થાયી થયો છે, જેના કારણે રાજ્યમાં વાઘની હાજરી સત્તાવાર રીતે માન્ય બની છે. આ વાઘ મુખ્યત્વે રતનમહાલ વન્યજીવન અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં નજરે પડી રહ્યો છે. વન વિભાગ દ્વારા વાઘની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે તેમજ તેની સુરક્ષા અને આરોગ્ય માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગુજરાત સરકારે વાઘ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે એક વાઘણની માગ પણ કરી છે, જેથી રાજ્યમાં વાઘનો કુટુંબ વસાવી શકાય. સરકારનું માનવું છે કે ગુજરાતમાં વાઘ માટે અનુકૂળ પર્યાવરણ ઉપલબ્ધ છે. રહેઠાણ માટે પૂરતું વન ક્ષેત્ર, શિકાર માટે યોગ્ય આહાર, પાણીની વ્યવસ્થા તેમજ સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ સંદર્ભે ગુજરાત સરકારે NTCAને પત્ર લખીને રાજ્યમાં વાઘ સંરક્ષણ અને વસવાટ માટે કરવામાં આવેલી તૈયારી અંગે વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ NTCAની ટીમે ગુજરાતની મુલાકાત લઈ રતનમહાલ અભયારણ્યનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાંની પરિસ્થિતિને વાઘ માટે અનુકૂળ ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે સિંહ, દીપડા અને વાઘ — ત્રણેય મોટા બિલાડી પ્રજાતિઓ ધરાવતું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. ગીરના સિંહ, વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા દીપડા અને હવે વાઘની હાજરી ગુજરાતના વન્યજીવન વૈવિધ્યને વધુ સમૃદ્ધ અને મજબૂત બનાવે છે.

વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણના દૃષ્ટિકોણે ગુજરાત માટે આ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે, જે રાજ્યની સંરક્ષણ નીતિ અને પ્રયાસોની સફળતા દર્શાવે છે.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…