મિશેલ ટ્રેક્ટેનબર્ગનું મૃત્યુ: ‘ગોસિપ ગર્લ’ મિશેલ ટ્રેક્ટેનબર્ગ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી, 39 વર્ષની વયે અવસાન

પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી મિશેલ ટ્રેક્ટેનબર્ગનું બુધવાર, 26 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું. આ અભિનેત્રી માત્ર 39 વર્ષની હતી. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તેમના મૃત્યુથી સમગ્ર હોલીવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મિશેલે પોતાની કારકિર્દીની શરૂઆત 3 વર્ષની ઉંમરે ‘ધ એડવેન્ચર્સ ઓફ પીટ એન્ડ પીટ’ શ્રેણીથી કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી 26 ફેબ્રુઆરી, બુધવારના રોજ સવારે તેના ન્યૂ યોર્ક સેન્ટ્રલ પાર્ક સાઉથ એપાર્ટમેન્ટમાં મળી આવી હતી. જોકે મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અભિનેત્રીના મૃત્યુથી હોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચારથી તેમના ચાહકો પણ ખૂબ જ દુઃખી છે. મિશેલ 1996 માં આવેલી ફિલ્મ ‘હેરિએટ ધ સ્પાય’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત, ટ્રેક્ટેનબર્ગે ‘યુરોટ્રિપ’, ‘આઈસ પ્રિન્સેસ’ અને ’17 અગેન’ જેવી ફિલ્મોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. પરંતુ મિશેલને તેની ટીવી શ્રેણી ‘બફી ધ વેમ્પાયર સ્લેયર’ અને ‘ગોસિપ ગર્લ’ થી ઓળખ મળી. આ શ્રેણીમાં મિશેલનું પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

Related Posts

Weirdest Jobs: દુનિયાની એવી 15 અજીબોગરીબ નોકરીઓ, જેમાં કામ અકલ્પનીય અને પગાર લાખોમાં છે..

આવી પણ નોકરી હોય શકે? દુનિયાની 15 અજાયબ નોકરીઓ, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો! જ્યારે પણ નોકરીની વાત આવે છે ત્યારે સૌથી પહેલા ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, પોલીસ, બેન્કર…

YouTube Banned Countries: જાણો વિશ્વના એવા કયા દેશો છે જ્યાં યુટ્યુબ પર પ્રતિબંધ છે અને કેમ?

આજના સમયમાં YouTube દુનિયાનું સૌથી લોકપ્રિય વિડિયો પ્લેટફોર્મ છે. કરોડો લોકો દરરોજ શિક્ષણ, મનોરંજન, સમાચાર અને અન્ય માહિતી માટે તેનો ઉપયોગ કરે છે. જોકે, દુનિયાના કેટલાક દેશોમાં YouTube પર સંપૂર્ણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *