નર્સિંગ પરીક્ષાના વિવાદ પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, કહ્યું- વિદ્યાર્થીઓનાં હિતમાં કરાશે નિર્ણય

નર્સિંગની પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો છે.જેને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે રીતે નિર્ણય કરવામાં આવશે. આ ઘટનાનો 2 થી 3 દિવસમાં નિર્ણય કરવામાં આવશે. મળતી માહિતી મુજબ એબીસીડીની પેટર્ન કોન્સ્પિરસી સર્જાઈ છે. જેમાં વિદ્યાર્થીઓના માર્ક ચકાસી રહ્યા છે. ત્યારે તમામાં પાસાઓ પર તપાસ બાદ આખરી નિર્ણય થશે.

-> સમગ્ર વિવાદ શું છે? :- પરીક્ષાના 4 પેપર સીટની આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD ના જ જવાબ હતા. ઉલ્લેખનિય છે કે સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે રવિવારે પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી સોંપાઈ હતી. પરીક્ષામાં ભરતી માટે આરોગ્ય કમિશનરે GTU ને પરીક્ષાનું જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે પરીક્ષા બાદ આન્સર-કી જાહેર થતાં ભરતીમાં કૌભાંડની આશંકા સામે આવી છે.

-> GTUના રજીસ્ટ્રારનો ખુલાસો :- સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવી છે. જેમં આન્સર-કીમાં તમામ પ્રશ્નોના જવાબો ક્રમબદ્ધ ABCDમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઇ GTU ના રજીસ્ટ્રાર ડૉ. કે.એન.ખેરનો મોટો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં પેપર સેટ કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હોવાનો GTUના રજીસ્ટ્રારે ખુલાસો કર્યો હતો.

Related Posts

💥 સની દેઓલ ફરી એક્શન મોડમાં, ટીઝરે મચાવી ધૂમ!

સની દેઓલની આગામી એક્શન ફિલ્મનું ટીઝર વાયરલ, ચાહકોમાં ભારે ઉત્સાહ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સની દેઓલ ફરી એકવાર પોતાની આગામી એક્શન ફિલ્મને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર ઝડપથી…

📊 રોકાણકારો સાવધાન! આજે શેરબજારમાં શું થયું?

શેરબજારમાં મોટો ઉતાર-ચઢાવ – સેન્સેક્સ અને નિફ્ટીની આજની સ્થિતિ ભારતીય શેરબજારમાં આજે નોંધપાત્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો, જેના કારણે રોકાણકારોમાં સાવચેતીનું વાતાવરણ સર્જાયું છે. દિવસ દરમિયાન બજારમાં ક્યારેક તેજી તો ક્યારેક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *