જૂનાગઢમાં બુટલેગરો બેફામ બન્યા, કુખ્યાત બુટલેગરે PI પર કર્યો હુમલો

B INDIA જૂનાગઢ : જૂનાગઢમાં બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો છે. સી ડિવિઝનના PI વત્સલ સાવજ પર હુમલો થયો હોવાની વાત હતી. આરોપી બુટલેગર ફરાર હતો અને તે લગ્ન પ્રસંગમાં આવ્યો હોવાની વાત સામે આવી હતી. અને તે બાતમીના આધારે પોલીસ તેને ઝડપવા ગઈ હતી. ત્યારે પોલીસને જોઈ તેણે હુમલો કર્યો હતો. અને ફરાર થઈ ગયો હતો.

-> પોલીસ પર હુમલો :- બુટલેગરો બેફામ બન્યા છે અને કોના આશીર્વાદથી તેઓ પોલીસ પર હુમલો કરે છે તે ખબર નથી પડતી ત્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં બુટલેગર લગ્નમાં હાજરી આપવામાં આવ્યો હતો અને પોલીસ તેને ઝડપવા પહોંચી તો પોલીસ પર હુમલો કરતા આસપાસના લોકોમાં પણ ભાગદોડ મચી હતી. ત્યારે પીઆઈને જોઈ બુટલેગર આરોપીએ તેમની પર હુમલો કરતા પીઆઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. તો પોલીસે પાંચથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

બુટલેગર ફરી એક વાર પોલીસ પર હાવી થયો હતો. અને જાહેરમાં પીઆઈ પર હુમલો કરતા પોલીસ પણ ગભરાઈ હતી ત્યારે હુમલો કરી બુટલેગર લગ્નમાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેની પાછળ દોડતી રહી,ત્યારે આ ઘટનાને લઈ અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા.

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *