સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચારને લઈને જાહેરનામું પ્રસિધ્ધ, પરવાનગી વિના લાઉડ સ્પીકર નહી વગાડી શકાય

સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચારને લઈને જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે. જે અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે,ઓઝા દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકરોના ઉપયોગ અંગે વિવિઘ નિયંત્રણો મૂકતું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

 

ચૂંટણી પ્રચારને લઈને જાહેરનામું પ્રસિધ્ધ

 

વ્યકિત કે સંસ્થા જાહેર કે ખાનગી જગ્યાઓમાં સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકશે નહી. લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીશ્રીની અગાઉથી લેખિત પરવાનગી મેળવીને લાઉડ સ્પીકર સવારના ૦૬-૦૦ કલાકથી રાત્રિના ૧૦-૦૦ કલાક સુધી જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય, અથવા નુકશાન ન થાય તેવી રીતે વગાડવાનું રહેશે અને પરવાનગીની અન્ય શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

જાહેરનામાનું ભંગ કરનારને દંડ

 

ચૂંટણી પ્રચારને લઈને જાહેરનામું  ભંગ કે ઉલ્લંધન કરવા બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ અન્વયે સજાને પાત્ર બનશે. તેમજ ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે ચૂંટણી આયોગની સૂચનાઓના ઉલ્લંઘન બદલની શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૧.૦૨.૨૦૨૫ ૨૪:૦૦ કલાક સુધીના સમય સુધી કરવાની રહેશે.

Related Posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *