દુષ્કર્મ કેસના આરોપીને જુનાગઢ કોર્ટે ફટકારી આજીવન કેદ, પીડિતાને 6 લાખ વળતર આપવાનો કર્યો આદેશ 

દુષ્કર્મ કેસના આરોપીને જુનાગઢ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેની સાથે 10 હજાર રૂપિયાનો રોકડ દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડની રકમ ભરપાઈ ન કરે, તો વધુ 6 મહિનાની સજાનો આદેશ કરીને ભોગ બનનાર સગીરાને 6 લાખ રુપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે.

જુનાગઢ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ 2023માં જૂનાગઢની એક સગીરાને તેની પાડોશમાં જ રહેતા એક વ્યક્તિએ જાતીય દુષ્કર્મનો ભોગ બનાવીને તેને ગર્ભવતી બનાવી હતી. આ સમગ્ર મામલાની જાણ સગીરાએ તેના પરિવારને કહેતા અંતે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જે સમગ્ર મામલાની સુનવણી જુનાગઢ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા કરવામાં આવી હતી.

1 વર્ષ કરતા વધુ ચાલેલી દલીલો અને પુરાવાઓના આધારે જુનાગઢ કોર્ટે આરોપીને કેસમાં કસૂરવાર જાહેર કરતા તેને આજીવન કેદની સજા ફટકારવાની સાથે 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડ ન ભરે તો 6 મહિનાની વધુ સજા આપવાનો હુકમ કર્યો હતો. જજે દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાને 6 લાખ રુપિયાનું વળતર આપવાનો ચુકાદો આપ્યો છે.

જુનાગઢ જિલ્લા ન્યાયાલયમાં છઠ્ઠા ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેનો ચુકાદો જસ્ટિસ આર.ડી પાંડે દ્વારા કેસની સુનાવણીમાં પુરાવાઓ દલીલો અને સાક્ષીઓની જુબાનીને આધારે સુનાવણી પૂર્ણ થતા તેનો ચુકાદો આપ્યો હતો. જેમાં સગીરાને દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવાનું હુકમ કર્યો હતો. ખૂબ ઓછા સમયમાં તમામ પુરાવાઓને આધારે કેસ ચાલી જતા અંતે દુષ્કર્મના કિસ્સામાં આરોપી કસૂરવાર સાબિત થતા તેને આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કરીને આરોપીને જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો છે.

Related Posts

80th Independence Day Celebration: National Pride: સતત ચોથી વખત NID-અમદાવાદનો ડંકો!

80મા Independence સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા ‘એટ હોમ’ કાર્યક્રમની વિશેષ આમંત્રણ કિટ NID અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ચાર રાજ્યોના 130થી વધુ કારીગરો અને 90 તજ્જ્ઞો-વિદ્યાર્થીઓની મહેનતથી તૈયાર આ કિટ ભારતીય હસ્તકળાનું જીવંત દર્પણ બની છે. દેશના 80મા સ્વતંત્રતા દિવસ Independence નિમિત્તે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા પ્રતિષ્ઠિત ‘એટ હોમ’ કાર્યક્રમ માટેની વિશેષ આમંત્રણ કિટ આ વર્ષે પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. સતત ચોથી વખત આ મહત્વપૂર્ણ જવાબદારી NID અમદાવાદને સોંપવામાં આવી છે, જે ગુજરાત અને સંસ્થાની સર્જનાત્મક ક્ષમતાઓ માટે ગૌરવની બાબત છે. આમંત્રણ કિટને માત્ર એક ઔપચારિક આમંત્રણ તરીકે નહીં, પરંતુ Independence ભારતની સમૃદ્ધ હસ્તકળા, પરંપરા, પર્યાવરણ સંરક્ષણ અને કારીગરોની સર્જનાત્મકતાના જીવંત દસ્તાવેજ તરીકે…

લાઠીચાર્જ : ઝારખંડમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ: પૂર્વ પરીક્ષા વડાની ધરપકડથી હંગામો, જાણો સમગ્ર મામલો, Fierce Protest

ઝારખંડમાં વિવિધ માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો વચ્ચે પૂર્વ પરીક્ષા વડાની ધરપકડથી મામલો ગરમાયો છે. જાણો સમગ્ર ઘટનાક્રમ. ઝારખંડમાં પરીક્ષા અને ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજકીય અને વહીવટી માહોલ ગરમાયો છે. વિવિધ માંગણીઓને લઈને રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ, આ સમગ્ર મામલા સાથે જોડાયેલા પૂર્વ પરીક્ષા વડાની ધરપકડ કરવામાં આવતાં વિવાદે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રદર્શનકારીઓ દ્વારા પરીક્ષા પ્રક્રિયા, પરિણામો અને ભરતી સંબંધિત મુદ્દાઓને લઈને પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થિતિ વણસતી જતાં પોલીસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *