યૂપી, પંજાબ અને ગુજરાતના 104 લોકો સાથે અમેરિકી લશ્કરી વિમાન અમૃતસરમાં ઉતર્યુ 

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૦૪ ભારતીયોને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન બુધવારે શ્રીગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું. યુએસ લશ્કરી વિમાન C-17 પંજાબ અને પડોશી રાજ્યોના 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવી પહોંચ્યુ હતું.

પરત મોકલવામાં આવેલા ૧૦૪ ભારતીયોમાં મોટાભાગના લોકો પંજાબ, હરિયાણા અને ગુજરાતના છે. આ યાદીમાં પંજાબના કુલ 30 લોકોનો સમાવેશ થાય છે. પંજાબના વિવિધ જિલ્લાઓની પોલીસ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત અમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોમાં ઉત્તર પ્રદેશના લોકોનો પણ સમાવેશ થાય છે.

-> ડીજીપીએ નિવેદન બહાર પાડ્યું :- પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્થળાંતર કરનારાઓનું સ્વાગત કરશે અને એરપોર્ટ પર કાઉન્ટર સ્થાપિત કરશે. પંજાબના NRI બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે મંગળવારે યુએસ સરકારના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે આ લોકોને, જેમણે તે દેશના અર્થતંત્રમાં યોગદાન આપ્યું છે, તેમને દેશનિકાલ કરવાને બદલે કાયમી રહેઠાણ મળવું જોઈતું હતું.

પંજાબના મંત્રીએ કહ્યું કે ઘણા ભારતીયો ‘વર્ક પરમિટ’ પર અમેરિકામાં પ્રવેશ કરે છે અને પછી જ્યારે તે સમાપ્ત થાય છે, ત્યારે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ બની જાય છે. તેમણે કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે વિદેશ મંત્રી એસ જયશંકરને મળવાની યોજના ધરાવે છે જેથી તેઓ અમેરિકામાં રહેતા પંજાબીઓની ચિંતાઓ અને હિતોની ચર્ચા કરશે..

-> મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે આ વાત કહી હતી :-મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે પંજાબીઓને પણ ગેરકાયદેસર રીતે વિદેશ પ્રવાસ ન કરવાની અપીલ કરી અને વિશ્વભરમાં તકોનો લાભ લેવા માટે કૌશલ્ય અને શિક્ષણ પ્રાપ્ત કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે લોકોને વિદેશ પ્રવાસ કરતા પહેલા કાનૂની પ્રક્રિયાઓ વિશે શીખવા, શિક્ષણ અને ભાષા કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા.

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *