
રાજયમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. પૂર્વથી ઉત્તર પૂર્વના પવન હાલ ફૂંકાતા નથી જેના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
-> કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદમાં 16.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14.6 ડિગ્રી,ડીસા 14.4 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 16.1 ડિગ્રી,કેશોદમાં 13.1 ડિગ્રી, અમરેલીમાં 13.8 ડિગ્રી,મહુવામાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી,પોરબંદરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી,સુરત અને ભાવનગરમાં 16.8 ડિગ્રી,કંડલામાં 16.2 ડિગ્રી, ભુજમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
-> કમોસમી વરસાદની આગાહી :- રાજયમાં ફરી 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠાની આગાહી કરવામા આવી છે. 2 ફેબ્રુઆરીએ અમરેલી,ભાવનગર, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે,જયારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી,અમરેલી, ભાવનગર,મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.