ગુજરાતના હવામાનમાં પલટાના સંકેત, ઠંડી સાથે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

B INDIA અમદાવાદ : ગુજરાતના હવામાનમાં આગામી સમયમાં પલટો જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. જેથી કરીને હવે ભર શિયાળામાં વરસાદ આવી શકે છે. જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ઠંડીમાં બે દિવસ ઘટાડો થશે. 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના રહેલી છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે , 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર સ્વરૂપે પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 27 થી 30 જાન્યુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા છે જેના કારણે રાજ્યમાં માવઠાની શક્યતા પણ રહેલી છે. દક્ષિણ – પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે.તો બીજી તરફ રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મંગળવારથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. જેને કારણે ડબલ સિઝન પણ અનુભવાઈ રહી છે. રવિવારે લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી વધીને 17.5 નોંધાયું હતું. તાપમાન વધ્યું પરંતુ ઠંડા વાયરાના કારણે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. હાલના સમયમાં તો રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ ઘટતા લોકોને રાહત મળી છે. પરંતુ હવે ઠંડી વધવાની શક્યતા છે.

Related Posts

21 જૂનની પોલીસ ભરતી પરીક્ષા મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની વિવિધ લેખિત પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET પરીક્ષાના આયોજન અને વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ…

ગુજરાતના દરિયાકાંઠે 1 જૂનથી ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ, 61 દિવસ સુધી બોટો નહીં ઉતરે દરિયામાં

ગુજરાતના સાગરકાંઠા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને 1 જૂનથી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *